Charchapatra

રામમંદિર અને કોંગ્રેસ

આગામી 22મી જાન્યુઆરીના રોજ માત્ર દેશના જ નહીં પણ વિશ્વના કરોડો હિન્દુઓના પરમ આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ જન્મ સ્થાન મંદિરની ભવ્ય અને દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા 500 વર્ષના કાળયંડ બાદ દેશના અણધક કર્મક અને વિશ્વના સૌથી અગ્રણી નેતા એવા આપણા દેશના વડાપ્રદાન નરેન્દ્ર મોદી કરવાના છે જેનો આનંદ પૂરા દેશમાં અને વિશ્વમાં ઉભો થયેલ છે. આવા દિવ્ય અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેવા નિમંત્રણ આપવા છતાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો ઇન્કાર કરનાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુગ ખડગે માત્ર હિન્દુ હિતમાં જ નહીં પણ દેશહિતમાં ગંભીર ભૂલ કરી રહ્યા છે જેની ચર્ચા સ્વયં કોંગ્રેસમાં અને પુરા દેશમાં થઈ રહેલ છે.

જે બાબતે પુન: વિચાર કરવાની જરૂર છે. દેશની આઝાદી બાદ સોમનાથના ભવ્ય મંદિરના લોકાર્પણ સમયે પણ તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ આવા જ ઇન્કારની ગંભીર ભૂલ કરેલ હતી તેનું આ પુનરાવર્તન જ ગણી શકાય. કોંગ્રેસ પક્ષે નીચેના કડવા સત્યો દેશની આઝાદીના અમૃતકાળ સમયે ગમે કે ન ગમે તે સ્વિકારવા પડશે (1) કોંગ્રેસ જે રીતે મતો માટે લઘુમતી તુષ્ટિકરણો વર્ષોથી કરી રહેલ છે અને હજુ ભવિષ્યમાં કરવા જઇ રહી ચે તેવા જ તૃષ્ટિકરણો ભાજપ હિન્દુ માટે કરી રહેલ છે તે શું ખોટું છે?

(2) ભાજપ આજે જે સબકા સાથ, સબકા વિકાસ અને રાષ્ટ્રવાદ વિકાસવાદ પર યોગ્ય દિશામાં કામ કરી રહેલ છે તેવી શરૂઆત જો કોંગ્રેસે દેશની આઝાદી બાદ તૃષ્ટિકરણોનો સ્વાર્થ છોડી દીધો હોત તો દેશ આજે વિશ્વગુરૂ બની ગયો હોત. (3) કોંગ્રેસે જે હિન્દુઓના ઘરમાં કૂતરાને ટાંકવાની લાકડી પણ ન મળતી હોય તેવા નરમ હિન્દુને મોટી રીતે કટ્ટર બતાવી દીધો અને જે સમાજ કટ્ટર ઓ તેની અતિકટ્ટર બનાવી દીધો અને અલગતા ઉભી કરી દીધી. આ ગંભીર ભૂલ માટે કોંગ્રેસ હિન્દુઓની અને મુસ્લિમોની એમ બંનેની હકીકતમાં માફી માંગવાની જરૂર છે. (4) કોંગ્રેસે રામ જન્મ સ્થાન મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમના નિમંત્રણનો અસ્વિકાર કરવાથી દેશનો રેદરન્ડમ (પ્રજામત) એ આપોઆપ સુસ્પષ્ટ થયેલ છે જેનો જવાબ કોંગ્રેસને આગામી સંસદીય ચૂંટણીમાં પ્રજા આપવાની છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top