Business

આંખે ઉડીને વળગે એવું ચૂંટણી આયોજન

હાલમાં જ ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂરી થઈ. સામાન્ય રીતે ચૂંટણી ફરજ બજાવતા સ્ટાફ માટે ચૂંટણીના બે દિવસો અત્યંત ત્રાસદાયક અને થકવી નાંખનારા હોય છે. પરંતુ આ વખતે ઓલપાડ તાલુકામાં જે ચૂંટણી આયોજન થયું તે આંખે ઉડીને વળગે તેવું હતું. પ્રાંત સાહેબ ઓલપાડ કે જેઓ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેની ફરજ બજાવી રહ્યા હતા અને સમગ્ર ચૂંટણી આયોજન કરવામાં એમણે જે સૂઝબૂઝ અને ચપળતા બતાવી એ કાબિલે તારીફ છે. સૌ પ્રથમ તો સુરત એસ.એમ.સી.માંથી મળેલ સ્ટાફમાંથી મહત્તમ યંગ સ્ટાફની પસંદગી કરી જેમાં પચાસ ટકા જેટલો સ્ટાફ બિનઅનુભવી હતો તેને યોગ્ય તાલીમ આપી સજ્જ કર્યો.

ચૂંટણીના દિવસે કોઇપણ ફરિયાદ કે ક્ષતિ વિના ચૂંટણી પૂર્ણ કરી. રીસીવિંગ સેન્ટર પર રાત્રે 10:30 કલાકે તો સામગ્રી જમા કરાવી સુંદર ભોજન લઈ સમગ્ર સ્ટાફ હસતા મોઢે ઘરે રવાના થઈ ગયો! આ ઉપરાંત એક વાત જેણે ખાસ ધ્યાન ખેંચ્યું તે એ કે પ્રાંત સાહેબે પોતાના તમામ ચૂંટણી સ્ટાફને કોઈ અગવડ ન પડે તે માટે ચૂંટણી સાહિત્ય સાથે ટૂથ બ્રશ, ટૂથ પેસ્ટ, કોપરેલ, નાસ્તા માટે બિસ્કિટ અને દવા જેવી વસ્તુઓ મૂકીને માનવતાના દર્શન કરાવ્યા હતા. આવું સુવ્યવસ્થિત આયોજન એ એમની કાબેલિયતનો બોલતો પુરાવો છે. યંગ અને ડાયનેમિક પર્સનાલિટી ધરાવતા ઓલપાડ પ્રાંત સાહેબને ચૂંટણી આયોજન માટે અઢળક અભિનંદન !
જહાંગીરાબાદ – ચંદ્રકાન્ત સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

આત્મ સંતોષ સિવાય બધું વ્યર્થ
ગુજરાતીમાં કહેવત છે કે “કોઈનો મહેલ જોઈને આપણી ઝુંપડી તોડી ન નખાય”કહેવાનો અર્થ એ નથી કે મહેલ માટે પ્રયત્ન જ ન કરવો. જીવનમાં કંઇક મેળવવું હોય તો મહેનત તો જરુરી છે, વિદ્યાર્થી કાળ દરમિયાન વાંચવા વિના સફળતા મળી નથી જતી તે જ પ્રમાણે યુવાનીમાં પૈસા કમાવા મહેનત જ કરવી પડે. પણ જીવનમાં માનવીના લોભ ને કોઈ પહોંચી શકે નહી, ઘણું બધું મેળવી લીધી પછી પણ ન મળ્યાં નો શોક ન કરવો જોઈએ જીવનમાં આત્મ સંતોષ સિવાય બધું વ્યર્થ છે.
સુરત     – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top