Business

અતિશય ગરમી કુદરતી નહીં, ખોટા વિકાસ મોડેલનું પરિણામ

દેશભરમાં વધી રહેલી અસહ્ય ગરમી, પાણી સંકટ અને પર્યાવરણીય વિનાશ અંગે જાગૃત નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી સરકારની વર્તમાન વિકાસ નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. નિવેદનમાં જણાવાયું કે આજે 50 ડિગ્રી સુધી પહોંચતી ગરમી માત્ર કુદરતી ફેરફાર નહીં, પરંતુ માનવસર્જિત અને ખોટા “વિકાસ મોડેલ”નું સીધું પરિણામ છે. વનનાબૂદી, હાઈવે-એક્સપ્રેસવેના નામે કુદરતનો વિનાશ, વૃક્ષારોપણના નામે ભ્રષ્ટાચાર અને પર્યાવરણ પ્રત્યેની સરકારી ઉદાસીનતાએ દેશને “હીટ ચેમ્બર” જેવી પરિસ્થિતિ તરફ ધકેલી દીધો હોવાનો આક્ષેપ કરાયો.

ખાસ કરીને અરવલ્લી સહિતના પર્યાવરણીય વિસ્તારોના રક્ષણ માટે ચાલી રહેલા આંદોલનોને અવગણવામાં આવી રહ્યા હોવાની ટીકા કરવામાં આવી. સરકાર પાસે “વિકાસ નહીં, સુખ” આધારિત નીતિ અપનાવવાની માંગ સાથે વૃક્ષો બચાવો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો અને પ્રકૃતિ વિરોધી પ્રોજેક્ટો સામે જનઆંદોલન ઊભું કરવાની અપીલ કરવામાં આવી. વધતી આગ, હીટવેવ અને પાણીની તંગીને વ્યાપક માનવીય આપત્તિ ગણાવી તાત્કાલિક નીતિ પરિવર્તનની માંગ ઉઠાવવામાં આવી.
સુરત     – આશિષ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top