World

“એક દિવસનો પણ પેટ્રોલ સ્ટોક નથી”: પાકિસ્તાની મંત્રીનો ખુલાસો,ભારત પાસે 70 દિવસનો સ્ટોક

પાકિસ્તાન મુશ્કેલીમાં ,ઊર્જા સંકટમાં ફસાયું પાકિસ્તાન, મંત્રીનું ચોંકાવનારું નિવેદન

પાકિસ્તાન હાલમાં ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી મલિકે એક મોટું નિવેદન આપતાં કહ્યું કે દેશ પાસે એક દિવસ માટે પણ વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર ઉપલબ્ધ નથી, જ્યારે ભારત પાસે લાંબા સમય સુધી ચાલે તેવો મજબૂત સ્ટોક ઉપલબ્ધ છે.

એક દિવસનો પણ સ્ટ્રેટેજિક સ્ટોક નથી”
પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી મલિકે સ્થાનિક ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે પાકિસ્તાન પાસે કોઈ વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર નથી. હાલમાં દેશ માત્ર 5 થી 7 દિવસ જેટલા કાચા તેલના કોમર્શિયલ સ્ટોક પર નિર્ભર છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેલ કંપનીઓ પાસે રહેલા રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પણ માત્ર 20 થી 21 દિવસ સુધી જ ચાલે એટલા છે.

ભારત સાથે કરી તુલના
અલી મલિકે જણાવ્યું કે ભારત પાસે લગભગ 60 થી 70 દિવસ સુધી ચાલે એવો વ્યૂહાત્મક પેટ્રોલિયમ સ્ટોક ઉપલબ્ધ છે અને જરૂર પડે તો ભારત ઝડપથી વધારાનું તેલ મેળવી શકે છે. તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાનની ઊર્જા સુરક્ષા હાલ વૈશ્વિક સંકટોની સામે ખૂબ નબળી સ્થિતિમાં છે.

મધ્યપૂર્વ યુદ્ધથી ઊર્જા સંકટ વધ્યું
મધ્યપૂર્વ વિસ્તારમાં વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે વિશ્વભરમાં ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વધી છે. તેની સીધી અસર પાકિસ્તાન પર પણ પડી રહી છે અને તેલના ભાવમાં વધારો તેમજ સપ્લાય અંગે ચિંતા વધી રહી છે.

સ્ટ્રેટેજિક સ્ટોક બનાવવા ખર્ચ મોટી અડચણ
પાકિસ્તાની મંત્રીના જણાવ્યા મુજબ દેશે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર બનાવવા અંગે અભ્યાસ કરાવ્યો હતો, પરંતુ તેને અમલમાં મૂકવા માટે કરોડો ડોલરનો ખર્ચ આવતો હોવાથી હજુ સુધી કાર્યવાહી થઈ નથી.

ભવિષ્યમાં 90 દિવસના સ્ટોકની યોજના
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે ભવિષ્યમાં લગભગ 90 દિવસ સુધી ચાલે તેવો વ્યૂહાત્મક સ્ટોક તૈયાર કરવાની યોજના પણ જાહેર કરી છે.

Most Popular

To Top