Charotar

આણંદ અને નડિયાદમાં દિવસભર ગરમી બાદ વરસાદ પડ્યો

ગાજવીજ સાથે વરસાદ પડતા લોકો ફફડી ઉઠ્યા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.14
આણંદ અને નડિયાદ શહેર સહિત પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. છેલ્લા પખવાડિયાથી ચાલી રહેલા આકરા તાપ અને આજે બપોર સુધીના ઉકળાટભર્યા માહોલ બાદ, મોડી સાંજે 7 વાગ્યાના અરસામાં આકાશમાં મેઘગર્જના સાથે વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આ વરસાદ સાથે જિલ્લામાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં એક અનેરી ખુશનુમા ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદની સાથે આકાશમાં વીજળીના તેજસ્વી ચમકારા પણ જોવા મળ્યા હતા, જેણે આકાશને ક્ષણભર માટે રંગીન બનાવી દીધું હતું. ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. હાલ પૂરતો વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે. જો આ વરસાદ લાંબા સમય સુધી ચાલુ રહે અને સારો વરસે તો વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી શકે છે અને ખેડૂતો માટે પણ આશાનું કિરણ જાગશે. જોકે, જો માત્ર હળવું ઝાપટું પડીને વરસાદ બંધ થઈ જશે, તો ભેજનું પ્રમાણ વધી શકે છે અને વાતાવરણમાં ફરીથી ઉકળાટભર્યો માહોલ સર્જાઈ શકે છે. જિલ્લાના લોકો હાલ વધુ વરસાદની આશા રાખી રહ્યા છે. ગયા વર્ષે 2024માં ગુજરાતમાં સત્તાવાર ચોમાસું 13 જૂન, 2024ના રોજ મહેસાગર જિલ્લા અને રાજ્યના કેટલાક અન્ય ભાગોમાં ભારે વરસાદ સાથે શરૂ થયું હતું. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ 15 જૂન હોય છે, પરંતુ ગયા વર્ષે તે બે દિવસ વહેલું આવ્યું હતું. તો આ વર્ષે પણ 14 જૂને ધીમીધારે વરસાદ સાથે ચોમાસાની શરૂઆત થઈ છે. સાથોસાથ વીજ ધાંધિયા પણ શરૂ થઇ ગયાં હતાં.

સેવાલિયામાં વીજ પુરવઠો ખોરવાતા રોષ
ગળતેશ્વર તાલુકા વડુમથક સેવાલિયા તેમજ અન્ય જગ્યા ઉપર અતિ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતા જ mgvcl દ્વારા તાત્કાલિક ધોરણે વીજ કાપ કરી સેફ્ટી પણ સાથે સાથે એમના વહીવટી ખામી ઉપર પણ પ્રજામાં જાત જાતની વાતો સાંભળવા મળી 1 કલાક લગભગ લાઈટ નથી જોવું રહ્યું લાઈટ ક્યારે આપે છે. પ્રજામાં રાહત જોવા મળી અને વરસાદી પાણી થી નાહી ઠંડક અનુભવી સેવાલિયામાં વરસાદી વાતાવરણ જામ્યો તેનાથી રાહત અને વાતાવરણમાં ઠંડકનો તેમજ વરસાદી માટીની સુગંધ નો જોરદાર વધારો થયો

Most Popular

To Top