Dakshin Gujarat

બીલીમોરા નજીક દેવઘા ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત, ભીલાડમાં નહેરમાં માસુમ બાળકીનું પડી જતા મોત

બીલીમોરા : બીલીમોરા નજીક દેવધા ડેમમાં મુંબઈથી આવેલો 19 વર્ષના યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. તલોદ્ય ગામે મુંબઈથી માસીના ઘરે લગ્ન પ્રસંગમાં વિશાલ રમેશભાઈ સાથડીયા મોટાભાઈ જીતુભાઇ સાથડીયા સાથે આવ્યા હતા. ગઈ 2/2/2025 એ લગ્ન પ્રસંગ પતાવી બીજે દિવસે 3/2/2025 તારીખે વિશાલ સાથડીયા નજીકના દેવડા ડેમમાં અવારે 10 કલાકે નાહવા ગયો હતો ત્યારે તેની માસી નીલમબેને ડેમમાં નાહવા જવાની ના પાડી હતી. તેમ છતાં તે ગયો હતો અને બપોરે 2 વાગ્યા સુધી પરત ન આવતા તેની શોધખોળ કરી હતી. પણ કશે તેનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન દેવઘા ડેમમાં કોઈ ડૂબી ગયાની અને તેનો મુત્યુદેહ મેંગુસી હોસ્પિટલમાં લઇ ગયાની માહિતી મળતા તપાસ કરતા મૃતક વિશાલ રમેશ સાથડીયા હોવાનું બહાર આવ્યું હતું. મૃતકનો મોટાભાઈ જીતુ રમેશ સાથળિયાએ બનાવની જાણ પોલીસને કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભીલાડના વલવાડાની નહેરમાં શ્રમિક પરિવારની માસુમ બાળકીનું પડી જતા મોત
ઉમરગામ : ભીલાડ નજીક વલવાડામાં ઘરને અડીને આવેલી નહેરના પાણીમાં શ્રમિક પરિવારની એક 3 વર્ષની માસુમ બાળકી પડી જતા કરુણ મોત નીપજવા પામ્યુ હતુ. પ્રાપ્ત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક વલવાડા ગામે બંગલી ફળિયામાં નહેર નજીક રહેતો શ્રમિક પરિવારની એક ત્રણ વર્ષની માસુમ બાળકી સોમવારે ઘર નજીક રમતી હતી.અચાનક બાળકી જોવા નહીં મળતા ચિંતાતુર પરિવારે ભારે શોધખોળ કરી હતી અને નહેરમાં પડી જવાની શંકા જતા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. રેલવેને અડીને અંડર પાસ નહેર કેનાલમાં આઠથી દસ ફૂડ જેટલું પાણી હોય પંપ લગાવી પાણી બહાર કાઢવામાં આવ્યુ હતુ. કેનાલમાં પાણી ઓછું થતાં નજીકમાંથી જ 24 કલાક બાદ બાળકીની લાશ મળી આવી હતી. ભીલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top