Charchapatra

તુમે જ આવવાની


દરેક પ્રદેશની ઓળખ અલગ અલગ હોય. ઉચ્ચારની ભાષા બોલી શુદ્ધા. દક્ષિણ-ગુજરાત હરિયાળી, પ્રકૃતિથી છલકાતો પ્રદેશ. ભાગ્યે જ પાણીની ખોટ ઉનાળામાં અહીં પડે. વાંસદા, ધરમપુર, માંગરોલ, મહુવા, વ્યારા, સોનગઢ, આદિવાસી પ્રજા તેમના રીત રિવાજો. છલકાતી ધરતી, અતિશય વરસાદ માટે જાણીતું કપરાડા. રીત રીવાજ સાવ અલગ. હાટ ભરાય, મેળા પણ, પ્રાસંગિત તેડા જુદા. નવરાત્રી દરમિયાન આદિવાસી વાજિંત્ર ‘ડોબરું’ માણવા, જોવા મળે. વનસ્પતિના વિવિધ ભાગોમાંથી બનાવવામાં આવે. દેખાવ અંગ્રેજી C આકારનો, મધુરપ અનોખી. થોડાં દિવસ પહેલાં ધરમપુર (લેખકનું જન્મસ્થળ) જવાનું થયું ત્યારે આ વાજીંત્રના સૂરીલા સૂર સાંભળવાનો અણમોલ લ્હાવો ફરી મળ્યો. કલાકારના બંને ગાલો એટલા તો ફુલી થાય કે શ્વાસોશ્વાસની તક્લીફ મહેસુસ થતી હશે, એનો વિટળાયેલી પ્રજા- જોનારા સૂર સાંભળતા ચલણી નોટો હાથમાં પકડાવે. આગ્રહપૂર્વક એને કૂરી આંગણે બોલાવવો હોય તો તુમે જ આવવાની આમંત્રણ આપવું પડે એવું નૃત્ય, ડ્રેસ, ખ્યાતીની લાલસા વિના પ્રસ્તુત કરે. આ નિસ્પૃહી કલાકારને એની અદ્દભૂત કળા માટે ધન્યવાદ આપવા જ ઘટે. અનુપમ, અનેરાં હોય છે ગુલતાન, મસ્તી પગાલાં અનેરાં. 21મી સદીમાં સુધ્ધા આ કળા જળવાઈ રહી હોવાનો આનંદ ગૌરવ અનુભવ્યો.
રત – કુમુદભાઈ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top