Business

કાયમ મળતી રહેશે ખુશી, જો હશે સારા પાડોશી.!

એ ખરેખર સાચી કહેણી છે કે ‘પહેલો સગો પાડોશી.’ શહેરોમાં ફ્લેટ એપાર્ટમેન્ટમાં રહેતાં ઘણાં લોકો પાડોશીને ઓળખતાં પણ ન હોય એવું બને છતાં ક્યારેક ઓનલાઇન ચીજ વસ્તુઓનો ડિલીવરી બોય ઘરે પહોંચે અને જો મંગાવનાર ઘરે ન હોય ત્યારે પાડોશીની જરૂર વર્તાય. રો હાઉસમાં રહેતાં પાડોશીઓ વચ્ચે પણ નાની નાની બાબતોમાં ચણભણ થતી રહેતી હોય છે છતાં મુશ્કેલીના સમયમાં સૌથી પહેલાં મદદ પાડોશીઓ જ કરતાં હોય છે. પાડોશી દેશ વચ્ચે પણ કેટલાક મતભેદો હોવા છતાં કુદરતી આપત્તિ જેવા સમયે બધો મનમુટાવ ભૂલી પરસ્પર સહાય કરતાં હોય છે.

પાકિસ્તાન જેવાં આતંકી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી આપણી આંતરિક શાંતિ ડહોળતા દેશને પણ આપણે કુદરતી આફતો વખતે મદદ કરીએ છીએ. આવા વખતે જાતિ, ધર્મ, સીમા-સરહદ અને મતમતાંતર કરતા પણ માનવતા ચડિયાતી નિવડે છે. દુનિયાનાં કોઈ પણ ખૂણામાં કોઈ દુ:ખી હોય તો એની આડઅસર સૌને થાય છે. જેમ વિશાળ જળાશયનાં કોઈ એક ખૂણેથી પાણી ઉલેચાય તો બીજા ખૂણે દેખીતો ફરક ભલે ન દેખાય પણ આખા જળાશયનું જળસ્તર ઘટે છે. એટલે જ પરસ્પર સમભાવ અને સૌહાર્દ અનિવાર્ય છે. અમેરિકા જેવી મહાસત્તા અન્ય દેશોને નગણ્ય સમજી પોતાનો એક્કો ખરો કરાવવા મચી પડે ત્યારે સાચુકલાં પાડોશીધર્મનો ધ્વંસ થાય છે અને વિશ્વ આખું ગૂંગળામણ અનુભવે છે. આવો, આપણે સૌ આપણા પાડોશી સાથે સ્નેહ અને સૌહાર્દથી રહેવાની શરૂઆત કરીએ.
સુરત     – પ્રકાશ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top