ભેખડ પર આવેલા મંદિરને બચાવવા બનાવેલી કંપાઉન્ડ વોલ તૂટી, મોટું નુકસાન
ગિરિરાજ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા મંદિર અને બગીચાનું નિર્માણ કરાયું હતું
શિનોર: શિનોર ખાતે નર્મદા નદીના કિનારે આવેલા નર્મદા મૈયાના મંદિરને અતિશય ભારે વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે. મંદિરના ધોવાણને અટકાવવા માટે બનાવવામાં આવેલી સુરક્ષા કંપાઉન્ડ વોલ ધરાશાયી થતાં મંદિર પરિસરને મોટું નુકસાન થયું છે.
શિનોરમાં નર્મદા નદીના કિનારે ભેખડ પર ગિરિરાજ ગૌશાળા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઠાકુરલી (મહારાષ્ટ્ર) દ્વારા નર્મદા મૈયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરની સાથે પરિસરમાં બગીચો વિકસાવવાની પણ યોજના હતી. નદીના કિનારે આવેલા ભેખડ પર મંદિર હોવાથી ધોવાણ અટકાવવા માટે સુરક્ષા કંપાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી.
ગત શુક્રવાર અને શનિવારે પડેલા ધોધમાર વરસાદના કારણે કંપાઉન્ડ વોલનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે મંદિર પરિસરને નોંધપાત્ર નુકસાન થયું છે. હાલ ટ્રસ્ટ દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે.
રિપોર્ટર: અમિત સોની