આજકાલ ડમી શબ્દ ખૂબ જ પ્રચલિત થઇ ગયો છે. ડમી વિદ્યાર્થી, ડમી શિક્ષક, ડમી પોલીસ કર્મી જેવા ઘણા બધા ક્ષેત્રમાં ડમી સાંભળવા મળે છે. પણ હમણા તો ડમી સ્કૂલ વિશે જાણ્યું. આખે આખી સ્કૂલ ડબી – ડમી સ્કૂલ એટલે ભૂતિયા શાળા અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી શ્રીમતી પી.બી.ડી. જોષી હાઇસ્કૂલના સંચાલકોએ બોર્ડની મંજૂરી વિના સુભારતી શાળા નામની ભૂતિયા શાળા ખાનગી ઊભી કરી દીધી હતી અને વાલીઓ પાસે ખાનગી શાળાના નામે 18 હજાર રૂ. ફી પણ વસૂલમાં આવી અને વિદ્યાર્થીઓએ ધો. 10ની બોર્ડની પરીક્ષા પણ આપી પાસ પણ ગઇ ગયા. પરિણામ જાહેર થયાને બે મહિના વીતી ગયા પણ વિદ્યાર્થીને હજુ સુધી અસલ માર્કશીટ આપી નથી ખરેખર આ બધુ જાણ્યા પછી થાય છેકે આ ડમીનુ ભૂત કયાં સુધી ધૂણશે. કોઇ કહેવાય નહી. ભાવનગરમા પણ એક ડમી સ્કૂલ છે. આવી અવનવી વાતો જાણવા મળે છે. ત્યારે થાય છે કે શું થશે આ શિક્ષણ જગતનું. ભગવાન જાણે.
સુરત – શીલા સુભાષ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.