World

યમનના હુતી વિદ્રોહીઓએ અમેરિકન જહાજ પર હુમલો કર્યો, કહ્યુ…

નવી દિલ્હી: લાલ સમુદ્રમાં (Red Sea) હુથી બળવાખોરો ત્યાંથી પસાર થતા માલસામાન વહન કરતા જહાજોને નિશાન બનાવી રહ્યા છે. તેમજ તેમના હુમલાઓને (Attacks) કારણે આ માર્ગથી થતા વેપારને ભારે અસર થઈ રહી હતી. ત્યાર બાદ અમેરિકન (American) અને બ્રિટિશ સેનાએ (British Army) હુથીઓના સ્થાનો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. તેમજ હવે ઈરાન સાથે જોડાયેલા એક જૂથના પ્રવક્તાએ કહ્યું કે યમનના () હુથી બળવાખોરોએ એડનની ખાડીમાં એક અમેરિકન જહાજને મિસાઈલ વડે નિશાન બનાવીને સીધો હુમલો કર્યો છે.

‘અમેરિકન જહાજ પર હુમલો’
હુમલાની માહિતી આપતાં હુથી સૈન્યના પ્રવક્તા યાહ્યા સરિયાએ કહ્યું હતું કે યમનની નૌકાદળના (હુથી) સશસ્ત્ર દળોએ નૌકાદળની મિસાઇલોથી એડનના અખાતમાં એક અમેરિકન જહાજને નિશાન બનાવીને લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. તેમજ અમારા હુમલાઓ ચોક્કસ અને સીધા હતા. જ્યા સુધી ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હુમલાઓ બંધ નહી થાય ત્યાં સુધી સમુદ્રોમાં અમારા (હુથિઓના) હુમલાઓ બંધ થશે નહી.

‘કોઈને છોડશે નહીં’
યમનના (હુથી) સશસ્ત્ર દળોના પ્રવક્તાએ જણાવ્યું કે અમારા દેશ વિરૂધ્ધના હુમલાનો બદલો છે. તેમજ અમારો દેશ તમામ અમેરિકન અને બ્રિટિશ યુદ્ધ જહાજોને હુથીના સૈન્યની પહોંચના દુશ્મનો તરીકે જુએ છે. યમનના (હુથી) સશસ્ત્ર દળો પુષ્ટિ કરે છે કે તેઓ અમેરિકન અને બ્રિટિશ હુમલાઓનો જવાબ આપે છે. તેમજ કોઈપણ નવા હુમલાને સહન કરશે નહીં અને કોઈને પણ છોડશે નહીં.

આ સાથે જ યમનના (હુથી) સશસ્ત્ર દળોએ તેમનું લશ્કરી અભિયાન ચાલુ રાખ્યું છે. તેમજ જ્યાં સુધી ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયનો પરના હુમલાઓ બંધ ન થાય અને ઘેરો હટાવી લેવામાં ન આવે ત્યાં સુધી અરબી સમુદ્ર અને લાલ સમુદ્રમાં ઇઝરાયેલી નેવિગેશન પર પ્રતિબંધ લાદવાનું નક્કી કર્યું છે.

કોઈ જાનહાનિ થઇ નથી: યુએસ આર્મી
આજે મંગળવારે યુએસ સૈન્યએ તેમનું નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે હુથી બળવાખોરો દ્વારા ફાયર કરવામાં આવેલી એન્ટિ-શિપ બેલિસ્ટિક મિસાઇલે અમેરિકન કન્ટેનર જહાજ પર હુમલો કર્યો છે. પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. તમને જણાવી દઈએ કે યમનના હુતી વિદ્રોહીઓએ ઓક્ટોબરમાં ઈઝરાયેલી સેનાની કાર્યવાહી બાદ જહાજો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. તેમજ આ મામલે હુથિઓ કહે છે કે તેઓ પેલેસ્ટિનિયનો સાથે એકતામાં કામ કરી રહ્યા છે.

Most Popular

To Top