National

આજથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ શરૂ: રામલલા 18મીએ સિંહાસન પર બિરાજશે

અયોધ્યા: જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના (Janmabhoomi Mandir Trust) મહાસચિવ ચંપત રાયે સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની સંપૂર્ણ વિગતો (Details) જાહેર કરી હતી. જેના મુજબ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાના અભિષેકની (Anointing) વિધિઓ આજે મંગળવારથી શરૂ થશે. જે 21 જાન્યુઆરી સુધી ચાલશે. તેમજ રામલલાની પ્રતિમા 18 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં નિર્ધારિત આસન પર સ્થાપિત (Established) કરવામાં આવશે. આ સાથે જ છેલ્લા 70 વર્ષથી પૂજાતી મૂર્તિને પણ નવા મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

16મી જાન્યુઆરીથી શરૂ થશે વિધિઓ
આ સાત દિવસની સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. જે મુજબ 16 જાન્યુઆરીના રોજ તપસ્યા અને કર્મકુટી પૂજા સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે. ત્યાર બાદ 17 જાન્યુઆરીએ મૂર્તિને મંદિરમાં દાખલ કરવામાં આવશે. તેમજ દરરોજ અધિક અનુષ્ઠાન થશે. જેમાં પાણી, ઔષધિ, સુગંધ, ઘી, અનાજ, ખાંડ, ફૂલ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ભગવાન શ્રી રામ લલાની મૂર્તિનો શુભ અભિષેક પોષ મહિનાના શુક્લ પક્ષની કુર્મ દ્વાદશીની 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. તેમજ અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

ચંપત રાયના જણાવ્યા મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનુ મુહુર્ત કાશીના પ્રખ્યાત વૈદિક આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. તેમજ વારાણસીના આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નિર્દેશનમાં 121 વૈદિક આચાર્યો સમગ્ર વિધિ કરશે. આ મહોત્સવમાં 150 થી વધુ પરંપરાગત સંતો અને ધાર્મિક આગેવાનો સહિત 50થી વધુ આદિવાસીઓ, પર્વતવાસીઓ, દરિયાકાંઠાના રહેવાસીઓ, ટાપુવાસી લોકો ઉપસ્થિત રહેશે. મંદિરના નિર્માણ સાથે જોડાયેલા 500 થી વધુ લોકો (એન્જિનિયરોનું ગ્રુપ) પણ ભાગ લેશે.

આયોજનની તારીખ અને સ્થળ:
ભગવાન શ્રી રામ લાલાની મૂર્તિનો શુભ પ્રાણ પ્રતિષ્ઠા યોગ પોષ શુક્લ કુર્મ દ્વાદશી, વિક્રમ સંવત 2080, એટલે કે સોમવાર, 22 જાન્યુઆરી 2024 ના રોજ આવે છે.

શાસ્ત્રોક્ત પ્રોટોકોલ અને પ્રી-સેરેમની વિધિઃ
અભિજીત મુહૂર્તમાં બપોરના સમયે તમામ શાસ્ત્રોક્ત પ્રોટોકોલને અનુસરીને અભિષેકની વિધિ કરવામાં આવશે. તેમજ પૂર્વ-અભિષેક વિધિની ઔપચારિક પ્રક્રિયાઓ 16 જાન્યુઆરીથી શરૂ થશે અને 21 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે.

16 જાન્યુઆરી- પ્રાયશ્ચિત, કર્મકુટી પૂજા
17 જાન્યુઆરી- પરિસરમાં પ્રતિમાનો પ્રવેશ
18મી જાન્યુઆરી – તીર્થપૂજન અને જલયાત્રા, જલાધિવાસ તેમજ ગંધાધિવાસ
19મી જાન્યુઆરી- ઔષધાધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ તેમજ ધાન્યાધિવાસ
20મી જાન્યુઆરી- શર્કરાધિવાસ, ફલાધિવાસ, પુષ્પાધિવાસ
21 જાન્યુઆરી – મધ્યાધિવાસ, સાયંકાલ શૈય્યાધિવાસ

Most Popular

To Top