Sports

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ : ભારતીય ક્રિકેટ ટિમ 2 જી જૂને ઇંગ્લેન્ડ રવાના થશે

નવી દિલ્હી: યુકેની મેરેથોન ટુર (MARATHON TOUR OF UK) માટે બીજી જૂને રવાના થતાં પહેલાં ભારતીય ક્રિકેટરો (INDIAN CRICKETER) મુંબઈમાં 8 દિવસનો સખત ક્વૉરન્ટાઇન પીરિયડ (QUARANTINE PERIOD) પૂરો કરશે. ઇંગ્લેન્ડ (ENGLAND)માં ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ સહિત છ ટેસ્ટ મેચ રમશે.

યુકે પહોંચ્યા બાદ 10 દિવસના સોફ્ટ ક્વોરન્ટાઇન (તાલીમની છૂટ)ના ગાળા બાબતે બીસીસીઆઇ (BCCI) હજી મંત્રણા કરી રહ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં સાડા ત્રણ મહિના રોકાશે. બીસીસીઆઇના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે ભારતીય ટીમ મુંબઈમાં 8 દિવસ સખત ક્વૉરન્ટાઇનમાં રહેશે અને બીજા, ચોથા અને સાતમા દિવસે ફરજિયાત નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ (COMPOLSORY RT-PCR NEGATIVE REPORT) ફ્લાઈટમાં ચઢવા જોઇશે. વર્તુળે કહ્યું કે બબલ ટુ બબલ ટ્રાન્સફર થવાનું હોવાથી 10 દિવસનો ત્યાંનો ક્વૉરન્ટાઇન ઘટાડી શકાય કે કેમ એ જોઇશું.

સાઉથએમ્પ્ટોનમાં ટીમ હૉટેલ હિલ્ટનમાં રોકાશે. 10 દિવસ ક્વૉરન્ટાઇન હશે તો ટીમને 13મી જૂનથી શહેરમાં જવા મળશે. ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલ 18મી જૂનથી છે. એમ સમજાય છે કે પ્રવાસ લાંબો હોવાથી ખેલાડીઓના પરિવારોને પણ છૂટ મળશે. જો કે ટૂરની શરૂઆતથી જોડાઇ શકશે કે ડબલ્યુટીસીની ફાઇનલ બાદ એ સ્પષ્ટ નથી. ચોથી ઑગસ્ટથી ટેસ્ટ સિરિઝ શરૂ થશે એ અને ફાઇનલ વચ્ચે મહિનાથી વધુનો ગેપ છે.

તમામ ખેલાડીઓને રસીનો પહેલો ડૉઝ ભારતમાં, બીજો યુકેમાં
બીસીસીઆઇને આત્મવિશ્વાસ છે કે તમામ ખેલાડીઓને રસીનો પહેલો ડૉઝ યુકે જતાં પૂર્વે મળી જશે. જો કે હમણાં જ પૉઝિટિવ આવેલા પ્રસિદ્ધ કૃષ્ણા માટે એ શક્ય નહીં હોય. જો તમામ ખેલાડીઓને ભારતમાં કોવિશીલ્ડનો પહેલો ડૉઝ મળી જાય તો યુકેમાં એમને ઑક્સફર્ડનો બીજો ડૉઝ મેળવવાનું સરળ રહે.

સૌરવ ગાંગુલી-જય શાહ હાજર રહેશે
બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ ડબલ્યુટીસી ફાઇનલ માટે સાઉથએમ્પ્ટન હાજર રહે એવી અપેક્ષા છે. તેઓ આઇપીએલની બાકીની મેચ યુકેમાં યોજવા અંગે પણ ચર્ચા કરી શકે છે.

Most Popular

To Top