Sports

World Cup Final: PM, 8 રાજ્યોના CM સહિત ઉદ્યોગપતિઓ, ઓસ્ટ્રેલિયન ડેલીગેશનનો જમાવડો

ODI વર્લ્ડ કપ (World Cup) 2023ની ફાઈનલમાં (Final) ભારત અને ઓસ્ટ્રેલિયા (India And Australia) વચ્ચે રમાનાર મેચને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ છે. આ મેચ રવિવાર 19 નવેમ્બરના રોજ અમદાવાદના 130,000 સીટોવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ વિશાળ સ્ટેડિયમમાં રમાનાર વિશાળ મેચ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત અનેક મહાનુભાવો આવશે જેમા ચાર રાજ્યોના સીએમ, રાજનેતા, ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને ખેલાડીઓના પરિવારો હાજર રહેશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે અમદાવાદ આવશે. આ સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવશે.

વર્લ્ડ કપની ફાઈનલ જોવા માટે અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઠ રાજ્યોના સીએમ આવશે. ગુજરાત, તમિલનાડુ અને અનેક રાજ્યના મંત્રીઓ પણ અમદાવાદ આવશે. આસામના CM, મેઘાલયના CM, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધિયા અમદાવાદ આવશે. આ ઉપરાંત RBIના ગવર્નર તેમજ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અને ફોર્મર જસ્ટિસ પણ આવશે. ઉદ્યોગપતિઓ લક્ષ્મી મિત્તલ, નીતા અંબાણી પરિવાર સાથે અમદાવાદ આવશે. ફિલ્મી કલાકારો અને ખેલાડીઓના પરિવારોનો પણ વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા અમદાવાદ ખાતે જમાવડો થવાનો છે.

આવતીકાલે મેચ નિહાળવા માટે વિદેશથી પણ VVIP મહેમાનો આવશે. ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલીગેશન અમદાવાદ આવશે. સિંગાપોર, યુએસ, UAE ના બ્રાન્ડ એમ્બેસેડર પણ મેચ જોવા માટે અમદાવાદ આવશે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ટીમ સાથે તેમના પરિવારના લોકો પણ સ્ટેડિયમમાં જબરજસ્ત આકર્ષણનું કેન્દ્ર હશે.

અમદાવાદ શહેર અને સ્ટેડિયમમાં જબરજસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે અમદાવાદ આવશે. આ સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવશે. જેને લઈ અમદાવાદમાં જબરજસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રવિવારના દિવસે સ્ટેડીયમ ખાતે 4 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. પોલીસ બંદોબસ્તની ટીમમાં 1 IG, 20 ACP, 145 PSI, 13 DCP, 45PI, 2800 પોલીસ ખડેપગે હાજર રહેશે. સમગ્ર અમદાવાદ શહેરમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેરની બંદોબસ્ત ટીમમાં 4 IGP, 27 ACP, 230 PSI ઉપરાંત ટ્રાફીક પોલીસના 1 IGP, 11 ACP, 36 PSI ફરજ બજાવશે. મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ ખુલ્લી બસમાં રોડ શો કરશે. આ રોડ શોને લઈને પણ જરજસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. 

Most Popular

To Top