Dakshin Gujarat

ભરૂચ એસટીને દિવાળી ફળી, વેકેશનના 9 દિવસમાં 2.60 કરોડની આવક રળી

ભરૂચ: (Bharuch) ભરૂચ GSRTCને દિવાળી પર્વના (Diwali Festival) તહેવારોમાં કરોડોની આવક થઈ છે. વતન જવા તેમજ અન્ય જગ્યાએથી વતન આવવા માટે એસટીએ કરેલી વ્યવસ્થાનો 6.80 લાખ મુસાફરોએ લાભ લીધો હતો. દિવાળી વેકેશનના 9 દિવસમાં સરકારી બસોમાં મુસાફરી કરતા લોકોને કારણે રૂ. 2.60 કરોડની આવક થઈ છે.

  • ભરૂચ એસટીને દિવાળી ફળી, વેકેશનના 9 દિવસમાં 2.60 કરોડની આવક રળી
  • એક્સ્ટ્રા બસનું સફળ સંચાલન કરતાં 6.80 લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો

દિવાળી વેકેશન અને તહેવારોને લઈ ભરૂચ ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન અને એક બસના મુસાફર થાય તો કહે તે જગ્યાથી બસ દોડાવવાનું આયોજન કરાયું હતું. ભરૂચના નવા સિટી સેન્ટર બસ સ્ટોપ, ભોલાવ સેટેલાઇટ ડેપો, અંકલેશ્વર, રાજપીપળા, જંબુસર, ઝઘડિયા ડેપો સાથે ઝાડેશ્વર, નર્મદા ચોકડી સહિતના પિકઅપ સ્ટેન્ડથી બસનું સંચાલન હાથ ધરાયું હતું.

ભરૂચ ST વિભાગીય નિયામક શૈલેષ ચૌહાણે જણાવ્યું હતું કે, તહેવારોના દિવસોમાં ડ્રાઈવર- કંડકટર સહિત તમામ સ્ટાફ ફરજ રહ્યો હતો. જેને લઈ મુસાફરોની સંખ્યામાં 61.16 ટકા તો આવકમાં 28.90 ટકાનો વધારો ગત વર્ષની સરખામણીએ નોંધાયો છે. ભરૂચ વિભાગમાં તહેવારોના 9 દિવસમાં 6.80 લાખ લોકોએ મુસાફરી કરતા રૂ. 2.60 કરોડની આવક થઈ છે. ગત વર્ષે 2.09 કરોડની આવક અને 4.59 લાખ મુસાફરો આ દિવસોમાં મુસાફરી કરી હતી. સૌથી વધુ મુસાફરો અને આવક પડતર દિવસ અને નવા વર્ષે નોંધાઇ હતી.

Most Popular

To Top