National

“ઈઝરાયેલના પીએમ નેતન્યાહુને ગાઝામાં યુદ્ધ માટે ગોળી મારી દેવી જોઈએ,” કોંગ્રેસ સાંસદનું નિવેદન

નવી દિલ્હી: ગાઝા પટ્ટીમાં હમાસ વિરૂદ્ધ ચાલી રહેલા ઈઝરાયલ હુમલાઓ (Israel-Hamas War) વચ્ચે કોંગ્રેસના (Congress) સાંસદ રાજમોહન ઉન્નિતને શનિવારે એક વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું કે ઈઝરાયેલના વડાપ્રધાન (Israel PM) બેન્જામિન નેતન્યાહુને ટ્રાયલ વગર ગોળી મારી દેવી જોઈએ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પેલેસ્ટાઈન સાથે એકતા દર્શાવવા માટે કેરળના કાસરગોડમાં એક રેલીમાં બોલતા, કોંગ્રેસ નેતાએ તેમની સામે “ન્યુરેમબર્ગ મોડલ” (ન્યુરેમબર્ગ ખાતે નરસંહાર માટે નાઝીઓ પર ટ્રાયલ) નો ઉપયોગ કરવા બદલ ઈઝરાયેલના પીએમની ખુલ્લેઆમ ટીકા કરી હતી.

કોંગ્રેસ સાંસદે કહ્યું, “તમે પૂછી શકો છો કે જેમણે જિનીવા સંમેલન હેઠળ તમામ કરારો તોડ્યા હતા તેમની સાથે શું કરવું જોઈએ. બીજા વિશ્વયુદ્ધ પછી, યુદ્ધ અપરાધો (નાઝીઓ) ના દોષિતોને ન્યાય આપવા માટે ન્યુરેમબર્ગ ટ્રાયલ યોજવામાં આવી હતી.” ન્યુરેમબર્ગ મોડેલ, યુદ્ધ અપરાધોના આરોપીઓને ટ્રાયલ વિના ગોળી મારી દેવામાં આવી હતી. હવે સમય આવી ગયો છે કે ન્યુરેમબર્ગ મોડેલ અહીં લાગુ કરવામાં આવે (ઇઝરાયલી પીએમ સામે). તેમણે કહ્યું કે આજે બેન્જામિન નેતન્યાહુ એક યુદ્ધ અપરાધી તરીકે વિશ્વ સમક્ષ ઉભા છે. હવે સમય આવી ગયો છે કે નેતન્યાહુને ટ્રાયલ વિના ગોળી મારી દેવામાં આવે કારણ કે તેના દળો પેલેસ્ટિનિયનો પર જુલમ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ રેલી શુક્રવારે કાસરગોડ યુનાઈટેડ મુસ્લિમ જમાત દ્વારા યોજવામાં આવી હતી. અભિનેતામાંથી રાજકારણી બનેલા ઉન્નીથન લોકસભામાં કાસરગોડથી સાંસદ છે. આતંકવાદી જૂથ હમાસના ભૂતપૂર્વ વડા ખાલિદ મશાલે અગાઉ કેરળમાં સમાન એકતા કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યો હતો, જેના કારણે ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. અગાઉ શુક્રવારે, કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ એક સત્તાવાર પક્ષનું નિવેદન બહાર પાડ્યું હતું, ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહીની નિંદા કરી હતી અને શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ લાવવા માટે કેન્દ્રને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.

Most Popular

To Top