World

દુબઈમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, UAEમાં તોફાને ભારે તબાહી મચાવી

નવી દિલ્હી: UAE ના ભાગોમાં ભારે વરસાદ (Heavy Rain) અને વાવાઝોડાને કારણે દુબઈમાં (Dubai) પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને પગલે દુબઈના રહેવાસીઓને દરિયાકિનારાથી દૂર રહેવા અને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે કારણ કે રોડ ટ્રાફિક અને ફ્લાઈટ કામગીરીને પણ ખરાબ અસર થઈ છે. દુબઈમાં લોકોએ ભારે વરસાદના દ્રશ્યો સોશિયલ મીડિયા (Social Media પર શેર કર્યા હતા. એક્સ (અગાઉ ટ્વિટર) પર શેર કરાયેલા એક વિડિયોમાં, એક માણસ પૂરથી ભરેલા રસ્તા પર એક નાની હોડી ચલાવતો પણ જોવા મળ્યો હતો, જ્યારે અન્ય વીડિયોમાં પાણીમાં ડૂબી ગયેલા રસ્તાઓ દર્શાવવામાં આવ્યા હતા.

બગડતી પરિસ્થિતિ વચ્ચે અધિકારીઓએ લોકોને બીચ અને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા તેમજ ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેતી રાખવાની ચેતવણી આપી છે. તે જ સમયે UAEની હવામાન એજન્સીએ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે.

દરમિયાન દુબઈ મ્યુનિસિપાલિટીએ યુએઈમાં વધુ વરસાદની અપેક્ષાને કારણે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે સજ્જતા યોજનાને સક્રિય કરી છે. સરકારે ખાનગી ક્ષેત્રને વરસાદ પછી લવચીક કામ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી, જ્યારે આગામી થોડા દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદ બાદ બગડેલી પરિસ્થિતિને કારણે દુબઈ પોલીસ દ્વારા સવારે 6.30 વાગ્યે લોકોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. લોકોને દરિયાકિનારા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમજ વાહન ચાલકોને વધુ સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી હતી. તોફાન અને વરસાદને કારણે ખરાબ પરિસ્થિતિને જોતા UAEના નેશનલ મેટોરોલોજીકલ સેન્ટર દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

Most Popular

To Top