Sports

બાંગ્લાદેશે 9 વિકેટ ગુમાવી 245 રન બનાવ્યા, મુશ્ફિકુર રહીમે સૌથી વધુ 66 રન બનાવ્યા

વર્લ્ડકપ 2023માં (World Cup) પોતાની પ્રથમ બે મેચો મોટા માર્જિનથી જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી ન્યુઝીલેન્ડની (New Zealand) ટીમ આજે બાંગ્લાદેશ (BanglaDesh) સામે રમી રહી છે. બાંગ્લાદેશના સ્પિનરો ચેન્નાઈના ચેપાક સ્ટેડિયમની ધીમી પીચ પર રમશે. આજે જો તે બાંગ્લાદેશ સામે જીતની હેટ્રિક નોંધાવશે તો ટોચ પર તેનું સ્થાન વધુ મજબૂત બનશે. પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ અત્યારે ટોપ પર છે.

ન્યુઝીલેન્ડએ ટોસ જીત્યા બાદ ટીમના કેપ્ટન કેન વિલિયમસને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને કેપ્ટનોએ કહ્યું કે પીચ બેટિંગ માટે સારી છે અને બોલ બેટ પર આવશે. જોકે મેચ શરૂ થતાંજ બાંગ્લાદેશને ઝટકો લાગ્યો હતો. બાંગ્લાદેશની ટીમે મેચના પહેલા જ બોલ પર એક વિકેટ ગુમાવ દીધી હતી. ટ્રેન્ટ બોલ્ટને મોટી સફળતા મલી હતી. લિટન દાસ શૂન્યના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા હતા. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. જ્યારે મહમદુલ્લાહે 41 અને શાકીબઉલ હસને 40 રન બનાવ્યા હતા. બીજી તરફ લોકી ફર્ગ્યુસને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીએ 2-2 વિકેટ લીધી હતી.

જ્યાં એક તરફ ન્યુઝીલેન્ડ પાસે આજની મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચવાની તક હશે તો બીજી તરફ બાંગ્લાદેશ પણ મેચ જીતીને છઠ્ઠા નંબરથી આગળ વધવા ઈચ્છશે. ટોસ સમયે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને કહ્યું હતું કે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મહેદીના સ્થાને મહમુદુલ્લાહ આવ્યો છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. તેમની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક જ ફેરફાર છે, કેપ્ટન કેન વિલિયમસન પોતે વિલ યંગ તરફથી રમી રહ્યો છે. આ વર્ષના વર્લ્ડ કપમાં આ તેમની પ્રથમ મેચ છે.

Most Popular

To Top