Entertainment

સાઈને “લોકડાઉનનો” ફાયદો થશે?

સાઇ તાહમનકર તેની અટક પરથી જ સ્પષ્ટ છે તેમ મરાઠી અભિનેત્રી છે. તેની પહેલી ફિલ્મ ભલે સુભાષ ઘાઇની ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ હતી પણ પછી તેણે સૌથી વધુ કામ મરાઠી ફિલ્મોમાં જ કર્યું છે. હિન્દી ફિલ્મો માટે તે હંમેશ તૈયાર રહી છે પણ મરાઠી છોડી હિન્દી પર ફોકસ નથી કર્યું. મરાઠીની તે મોટી સ્ટાર છે અને અનેક મહત્વની ફિલ્મો તેના નામે ચડી ચુકી છે. દક્ષિણના નિર્માતા પાન ઇન્ડિયા ફિલ્મ બનાવે છે એટલે પ્રાદેશિક ફિલ્મની અભિનેત્રી પણ આખા રાષ્ટ્રમાં નામ કમાય શકે છે. મરાઠી ફિલ્મોની વિશેષતા એ છે કે પાન ઇન્ડિયા ફિલ્મ બનવા તે પ્રાદેશીકપણું ગુમાવવા નથી માંગતી. સાઇને તેનું આ મરાઠીપણું ગર્મ છે. માધુરી દિક્ષીતની જેમ તે હિન્દીની નથી થઇ ગઇ.

તેણે મોકો મળ્યો તે પ્રમાણે હિન્દીમાં જરૂર કામ કર્યું છે જેમકે ‘ગજિની’માં તે હિરોઇનની મિત્ર હતી તો ‘સિી ઓફ ગોલ્ડ’માં શાલુ, ‘વેક અપ ઇન્ડિય’માં અંજલી અને ‘હંટરર’માં જયોત્સના. છેલ્લે ‘મીમી’માં તે શમા તરીકે આવી હતી અને હવે ‘ઇન્ડિયા લોકડાઉન’માં ફૂલમતી તરીકે આવી છે. આ દરમ્યાન તેણે દશ-બાર મરાઠી સિરીયલો ઉપરાંત ‘સમાંતર-2’, ‘નવરસ’, ‘પેટપુરાણ’ જેવી વેબ સિરીઝમાં આવી ચુકી છે. અત્યારે તે ‘બિંદીયા’, ‘અનુબંધ’ જેવી ટી.વી. શ્રેણીમાં કામ કરી રહી છે. મૂળ સાંગલીની સાઇ તામ્હણકર રાજય સ્તરે કબડ્ડીની ખેલાડી રહી ચુકી છે અને કરાટેમાં ઓરેન્જ બેલ્ટ ધરાવે છે. તમેત ેનો ચહેરો જુઓ તો પણ ખ્યાલ આવશે કે તે ખેલાડી રહી ચુકી હશે પણ તેની મમ્મીના મિત્રના નાટક ‘આધે અધૂરે’માં તેણે કામ કર્યું અને વાત બદલાઇ ગઇ.

તે પરણી પણ વિઝયુઅલ ઇફેકટ આર્ટિસ્ટ અમેય ગોસાવી સાથે જોકે અઢી વર્ષમાં જ એ બંને છૂટા પડી ગયા હવે તે અનિશ જોગ સાથે રહે છે. આ બંને નામ મરાઠી છે તેના પરથી સમજી શકશો કે સંબંધમાં પણ મરાઠી અસ્મિતા જાળવે છે. પોતાની રેસલીંગ ટીમ ધરાવતી સાઇની ‘ઇન્ડિયા લોકડાઉન’ના નિર્માતા જો કે ગુજરાતી જયંતીલાલ ગડા છે. આ ફિલ્મમાં તેણે બીજી અભિનેત્રીઓ વચ્ચે પોતાને પૂરવાર કરવાનું આવ્યું છે અને તેમાં શ્વેતા બસુ પ્રસાદ, અહાના કુમરા છે. આ ફિલ્મનું શૂટિંગ લોકડાઉન વખતે જ શરૂ થયેલું. મધુર ભંડારકર જાણીતા ઘટના ક્રમોને એક ખૂબ સરસ કથા ફિલ્મમાં ઢાળી શકે છે. સાઇને આ કારણે જ આ ફિલ્મમાં કામ કરવું ગમ્યું છે. પ્રેક્ષકોમાં લોકડાઉનની અનેક સ્મૃતિઓ છે એટલે જો ફિલ્મ સારી બનશે તો તેઓ આ ફિલ્મ સાથે જોડાઇ શકશે. •

Most Popular

To Top