Comments

નીતીશકુમાર મોદીનું સ્થાન લઇ શકશે?

બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે પોતાના પક્ષનું જોડાણ તોડી નાંખવાના નીતીશકુમારના નિર્ણયથી દેશભરમાં ભારતીય જનતા પક્ષ વિરોધી છાવણી સૌથી વધુ ગેલમાં આવી ગઇ છે. મોદીના કટ્ટર ટીકાકારો કહે છે કે નરેન્દ્ર મોદીના ગાલ પર આ સણસણતો તમાચો છે અને 2024ની તેમની સ્વપ્ન દોડમાં મોટો પછડાટ છે. 2015 અને 2017 વચ્ચેના કડવા અનુભવ છતાં રાષ્ટ્રીય જનતા દળ રૂપી વિરોધ પક્ષની મદદથી ફરી મુખ્ય પ્રધાન બનવા નીતીશકુમારનો નિર્ણય બતાવે છે કે તેમની કોઇ મોટી યોજના છે.

થોડા જ કલાકોમાં તેમણે બિહારમાં સમગ્ર ભારતીય જનતા પક્ષને સરકારમાંથી બહાર કાઢી મૂકયો અને રાષ્ટ્રીય જનતા દળના ટેકાથી નવી સરકાર બનાવી અને તેજસ્વી યાદવને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા. મોદી માટે આ ખુલ્લો પડકાર લાગે છે. લાલુ પ્રસાદ યાદવ અને તેની પત્ની રાબડી દેવીના 16 વર્ષના ભયંકર શાસન પછી બિહારના શાસનમાં મોટું પરિવર્તન લાવવા બદલ એક વખત નીતીશ કુમાર ‘સુશાન બાબુ’ તરીકે જાણીતા હતા.

હવે મોદીના વ્યવહારુ વિકલ્પના અભાવમાં નીતીશને લાગે છે કે હું શું છે તેની દેશને ખબર પડશે. બિહારના જ્ઞાતિના રાજકારણમાં નીતીશ અત્યંત પછાત વર્ગોના 16 ટકા મત પર હિસ્સો ધરાવતા હોવાનું કહેવાય છે. તેથી જ અન્ય પક્ષોને તેમની જરૂર છે. નીતીશને લાગે છે કે તેઓ અન્ય વિરોધ પક્ષોને એક કરી શકશે. નીતીશ કુમાર સારા શાસનનો બિન સાંપ્રદાયિક ઓળખનો અને સારી છાપનો ઇતિહાસ ધરાવે છે જે તેમને મદદ કરે છે. તેલંગણા રાષ્ટ્રીય સમિતિના કે. ચંદ્રશેખર રાવ કે રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા ધરાવતા મમતા બેનરજીથી વિપરિત તેઓ ઉત્તર ભારતના એક હિંદી ભાષી રાજકારણી છે. પણ રાવને તો તેમના રાજયમાં માત્ર સત્તર બેઠકો જ જીતવાની છે.

નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના શરદ પવાર અતિ સર્વસ્વ છે અને મોદી સામે વિરોધ પક્ષનું યુદ્ધ લડવાની આગેવાની લેવા માટે કોંગ્રેસે હજી વધુ મક્કમતા દાખવવાની છે. વિરોધ પક્ષની છાવણીમાં કેજરીવાલ મમતા અને અન્યોથી સલામત અંતર રાખે છે. નકારાત્મક બાજુની વાત કરીએ તો નીતીશકુમાર ખૂબ જ બિનભરોસાપાત્ર નેતા તરીકે જાણીતા છે, ઘણા વર્ષોના જોડાણ પછી જામશે 2013ના ઉત્તરાર્ધમાં ભારતીય જનતા પક્ષને છોડી દીધો હતો કારણ કે મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરાતા હતા.

નીતીશ કુમાર 2015ની બિહારની ચૂંટણી રાષ્ટ્રીય જનતા દળ સાથે અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીને ભારતીય જનતા પક્ષના કોમવાદનો વિરોધ કરીને જીત્યા હતા પણ 2017 સુધીમાં તેઓ લાલુના દીકરા તેજસ્વી યાદવના ‘ભ્રષ્ટાચાર’ને સાંખી શકયા નહીં. તેથી તેમણે રાષ્ટ્રીય જનતા દળ સાથે છેડો ફાડી ફરી ભારતીય જનતા પક્ષ સાથે હાથ મીલાવ્યા. લાલુ યાદવે નીતીશ કુમારને ‘પલ્ટુ કુમાર’ કહ્યા હતા પણ નીતીશકુારે ફરી ગુલાંટ મારી તા. 11મી ઓગસ્ટે શપથ લીધા. નીતીશ કુમારને નજીકથી જાણે છે તેઓ કહે છે કે આ લોકોનો ઝોક ‘સમાજવાદી’ વિચારસરણી તરફ વધુ છે અને 1990ના દાયકામાં માંડલ રાજકારણના પગલે તેમનો ઉદય થયો હતો. જયપ્રકાશ નારાયણની ચળવળમાં પોતાનું નોંધપાત્ર સ્થાન બનાવનાર આ નેતાએ તેમના જ્ઞાતિ આધારિત મતદારો સાથે રહેશે ત્યાં સુધી ગુલાંટબાજી કરતા રહેશે. હજી થોડા જ મહિનાઓમાં તેજસ્વીના હિતોની રક્ષા કરવા માટે નીતીશકુમારો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાંથી બહાર નીકળી જવું પડયું.

તેજસ્વીએ મુખ્યપ્રધન બનવાની પોતાની મહત્વાકાંક્ષા થોડો સમય મુલત્વી રાખી છે. જેથી તેમનો પક્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા અને 2025ની વિધાનસભાની ચૂંટણી પહેલા થોડો સમય પૈસા ભેગા કરી શકે. તેથી તેમણે નીતીશને મુખ્યપ્રધાન તરીકે જંપીને બેસવા દેવા માટે વચન આપ્યું હતું. જેથી કરીને રાષ્ટ્રીય જનતા દળ મહત્વના ખાતાઓમાંથી પૈસા એકત્ર કરી શકે. બિહારમાં સૌથી વધુ79 ધારાસભ્યો સાથેના સૌથી મોટા વિધાનસભા પક્ષ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વીને ગભરાટ છે કે 77 ધારાસભ્યોની સંખ્યા વાળો ભારતીય જનતા પક્ષ તેના જેવા જ અન્ય એક યાદવ અને કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદરાયને મુખ્યપ્રધાન બનાવશે. નીતીશ મુખ્ય પ્રધાન હોય ત્યાં સુધી ભારતીય જનતા અજંપાગ્રસ્ત હતો. તેજસ્વીને લાગ્યું કે તેના જેવા કોઇ ભારતીય જનતા પક્ષના યાદવ મુખ્યપ્રધાન બને તો પોતના રાજકારણનો અંત આવી જાય. નીતીશને મુખ્યપ્રધાનપદ સાચવવા સિવાય બીજુ કંઇ મહત્વનું નથી લાગતું અને તેથી જ રેલવે માટે જમીનના કૌભાંડમાં સીબીઆઇની તપાસનો સામનો કરતા તેજસ્વી નીતીશ કુમારને 2024 માટે વડાપ્રધાનપદના વિરોધ પક્ષના ઉમેદવાર તરીકે મંજૂરીની મહોર મારી દે.

ભારતીય જનતા પક્ષના નેતા સુશીલકુમાર મોદીએ દાવો કર્યો હતો કે નીતીશને ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ નહીં બનાવાયા. આ વાતના બીજા જ દિવસે નીતીશે કહ્યું કે આ વાત ખોટી છે. બીજી બાજુ લાલુ સામે ભ્રષ્ટાચારના નવા મામલામાં સીબીઆઇએ સકંજો કસ્યો તેથી તેજસ્વી ચિંતામાં પડી ગયા. લાલુ ઘાસચારા કૌંભાડમાં પાંચ મામલાના ગુનેગાર ઠર્યા જ છે અને બે અલગ મામલામાં તેના પરિવાર સામે ખટલો ઉભો છે. રેલવે કૌભાંડમાં તા. 27મી જુલાઇએ લાલુના ભૂતપૂર્વ ઓફિસર ઓફ સ્પેશ્યલ ડયૂટી ભોલા યાદવની ધરપકડ થઇ છે.

રાજકારણમાન એક અઠવાડિયામાં ઘણું થઇ શકતું હોય તો બિહારમાં થયું છે. નીતીશે તેના સમયના અન્ય તમામ ‘સમાજવાદી’ઓની જેમ માન્યુ છે કે શાસનના તમામ નમૂના નિષ્ફળ જાય ત્યારે માંડલ મોડેલ કે જ્ઞાતિના રાજકારણને પ્રાધાન્ય આપો. 2022નું બિહાર માંડલ પહેલાનું કે પછીનું નથી રહ્યું. ભારતીય જનતા પક્ષ એક મોટું લડાયક બળ છે અને ખાસ કરીને અત્યંત પછાત વર્ગોને સાથે રાખીને હિંદુત્વની છાપ તેણે બનાવી છે તેને હરીશ અવગણી શકે નહીં. નીતીશ પહેલા દૌરમાં જીતી ગયા હોય એમ બને પણ ભારતીય જનતા પક્ષપણ કયાં હાથ જોડીને બેસે છે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top