Entertainment

આમિર ખાને મૌન તોડ્યું! કહ્યું લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના ફ્લોપ બાદ એક્ટિંગમાંથી કેમ લીધો હતો બ્રેક

મુંબઈ: બોલિવૂડના (Bollywood) મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) ઓછી પરંતુ સારી ફિલ્મો (Film) કરવા માટે જાણીતા છે. ગયા વર્ષે આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢા (Lal Singh chadha) ફિલ્મમાં કામ કર્યું હતું. ચાહકોને આમિરની ફિલ્મથી ઘણી આશાઓ હતી. પરંતુ લાલ સિંહ ચઢ્ઢા લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી નહીં અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન સારું રહ્યું ન હોતું જેના કારણે નિર્માતા ઘણા નિરાશ થયા હતા. તો બીજી તરફ આમિર ખાનને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને લઈને તેને ઘણો સામનો કરવો પડ્યો હતો. લાલ સિંહ ચઢ્ઢાની ખરાબ હાલત જોઈને આમિરે પ્રેસ કોન્ફરન્સ કરી અને બ્રેક પર જવાની જાહેરાત કરી. તે જ સમયે, તેણે કહ્યું કે કારણ શું છે, છેવટે, તેણે બ્રેક પર જવાનું નક્કી કર્યું હતું.

આ ફિલ્મને લઈને નજીકના લોકો મજાક ઉડાવે છે?
આમિર ખાને હાલમાં જ બ્રેક લેવા પર ખુલ્લીને વાત કરી હતી. હાલ દિલ્હીમાં આયોજિત જાણીતા લેખક શોભા ડેના બુક લોન્ચિંગ ઈવેન્ટમાં સામેલ થયા હતા. જેમાં આમિરે પર્સલન અને પ્રોફેશનલ લાઇફની અનેક વાત કરી હતી. ત્યારે આમિરને ફિલ્મોમાંથી બ્રેક લેવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેના નિર્ણય પાછળનું સાચું કારણ જણાવ્યું હતું. આ સવાલના જવાબ આમિરે કહ્યું કે તેની નજીકના લોકો તેની મજાક ઉડાવે છે. તેઓ મારી મજાક ઉડાવે છે. તેઓ હંમેશા કહે છે, તું બ્રેક પર જ હતો, તું ફિલ્મ જ ક્યા બનાવતો હતો, હવે તું બ્રેક પર છે.

આમિરે આગળ કહ્યું કે, ‘એક્ટર તરીકે જ્યારે હું કોઈ ફિલ્મ કરું છું ત્યારે હું એમાં એટલો ખોવાઈ જાઉં છું કે જીવનમાં બીજું કંઈ દેખાતું નથી. આ જ કારણ છે કે મેં બ્રેક લેવાનું નક્કી કર્યું. હું લાલ સિંહ ચઢ્ઢા પછી ચેમ્પિયન્સનું શૂટિંગ કરવાનો હતો. એક અદ્ભુત અને હૃદય સ્પર્શી ફિલ્મ છે. પણ હું બ્રેક લેવા માંગતો હતો. હું મારા પરિવાર, બાળકો અને માતા સાથે રહેવા માંગુ છું. હું છેલ્લા 35 વર્ષથી કામ કરી રહ્યો છું, પરંતુ મને લાગે છે કે મારા નજીકના લોકો સાથે ખોટું થઈ રહ્યું છે. સમય આવી ગયો છે જ્યારે જીવનનો અનુભવ અલગ રીતે થશે.

સ્પાય યૂનિવર્સમાં જોડાઈ શકે છે આમિર ખાન
આમિર ખાન ભલે અત્યારે બ્રેક પર હોય, પરંતુ તેને ઘણી મોટી ફિલ્મોની ઓફર મળી રહી છે. અહેવાલો અનુસાર, KGF ડિરેક્ટર પ્રશાંત નીલે તેની આગામી ફિલ્મ માટે આમિર ખાનનો સંપર્ક કર્યો છે, જેમાં જુનિયર NTR પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય આમિર ખાન ટૂંક સમયમાં YRFના સ્પાય યુનિવર્સ સાથે જોડાઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન બાદ આમિર ખાન પણ સ્પાય થ્રિલર ફિલ્મ દ્વારા મોટા પડદા પર ફેન્સને ચોંકાવવા જઈ રહ્યા છે.

Most Popular

To Top