Charchapatra

જવાબદાર કોણ?

જાણીતા પર્યાવરણ નિષ્ણાત અને દેશપ્રેમી સોનમ વાંકચૂકને ભારત સરકારે દેશ માટે ખતરો ગણી NSA હેઠળ 170 દિવસ સુધી જોધપુર જેલમાં ગોંધી રાખેલ અને હવે તેની સામેનો હુકમ બિનશરતી રદ કરી જેલમાંથી છુટકારો કરેલ છે. જો સંવાદ અને વિકાસ માટે છોડવાના હતા તો આટલા બધા દિવસો કેમ તેમને ગોંધી રખાયા તે પ્રશ્ન નાગરિકોનાં મનમાં થાય છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમનાં પ્રવચનમાં ક્યાંય હિંસાની ઉશ્કેરણી નથી તો તેમની ધરપકડ કેમ કરી? એ સ્પષ્ટ છે કે સરકારે સોનમની ધરપકડ કરવામાં કાચું કાપ્યું છે.

આટલા બધા દિવસો સુધી એક ભારતીય નાગરિકનાં વ્યક્તિ સ્વાતંત્ર્યનો ભંગ થાય તે બંધારણની અવમાનના છે. સર્વોચ્ચ અદાલતે સરકારનો આ બાબતે જવાબ માગી, સરકારની જવાબદારી ઠરાવ સોનમને ગેરકાયદે અટકાયત બદલ વળતર ચૂકવવાના હુકમ કરવો જોઈએ.  સર્વોચ્ચ અદાલતે અગાઉ અનેક કેસોમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનું મહત્ત્વ સારી રીતે સમજાવેલ છે અને પોલીસ તંત્રને ધરપકડ કરતાં અગાઉ પૂરતી સાવચેતી રાખવા સ્પષ્ટ સૂચના આપેલ છે. સર્વોચ્ચ અદાલતના આદેશનો ભંગ થવા બદલ સર્વોચ્ચ અદાલતે અદાલત તિરસ્કારનાં પગલાં લેવાં જોઈએ.
સુરત     – અશ્વિનકુમાર ન.કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top