Entertainment

હીરોઈન માટે સારી ‘ ભૂમિકા ’ છે જ ક્યાં ?

ભૂમિકા ચાવલા જયારે તેરે નામમાં સલમાન ખાન સામે હીરોઇન તરીકે આવી ત્યારે લાગતું હતું કે તે ઝડપભેર પ્રથમ પાંચ હીરોઇનમાં ગણાવા માંડશે. હિન્દીમાં તેની તે પહેલી જ ફિલ્મ હતી અને ખૂબ સફળ રહી હતી. તે પહેલાં તે તેલુગુ અને બેંક તમિલ ફિલ્મોમાં કામ કરી ચુકી હતી. ‘તેરે નામ’માં તેનું નામ થઇ ગયું પછી તેને કોઇ અટકાવે તેમ નહોતું પણ ખબર નહીં તે પોતાને યોગ્ય રીતે આગળ ધપાવી ન શકી. ‘તેરે નામ’ પછી અભિષેક બચ્ચન સાથેની ‘રન’ આવી ફરી સલમાન સાથેની ‘દિલને જિસે અપના કહા’ આવી.

ખાલીદ મોહમ્મદની ‘સિલસિલે’ આવી. પણ આ ફિલ્મો મોટી સફળતા ન મેળવી શકી અને ભૂમિકા ધીરે ધીરે બબ્બે હીરોઇનોવાળી ફિલ્મોમાં પણ દેખાવા માંડી. ‘દિલ જો ભી કહે’માં અમિતાાભ બચ્ચન હોવા છતાં ફિલ્મ મોટી સાબિત થઇ નહોતી. રાજકુમાર સંતોષીની ‘ફેમિલી’માં પણ અમિતાભ, અક્ષયકુમાર વગેરે હતા અને ફિલ્મોની સફળતા પણ તેમને જ નામે ચડે તેમ હતી. ભૂમિકા સારી એકટ્રેસ પણ સ્ટાર તવા માટે અમુક પ્રકારની ફિલ્મોથી દૂર રહેવું પડે. તે ‘ગાંધી, માય ફાધર’માં હરિલાલ ગાંધી (અક્ષય ખન્ના)ની પત્ની ગુલાબની ભૂમિકામાં હતી.

એ ફિલ્મ પછી તે ભુલાવા માંડી. તેલુગુ ઉપરાંત મલયાલમ ભોજપુરી, પંજાબી પિલ્મોમાં જરૂર તે નામ અને દામ કમાય રહી હતી પણ હિન્દી ફિલ્મોથી દૂર થઇ તે થઇ. તેણે ફરી પ્રયત્નો શરૂ કર્યા તો ‘લવ યુ આલિયા,’ ‘એમ.એસ.ધોની:ધ અન્ટોલ્ડ સ્ટોરી ખામોશી ‘ભ્રમ’ જેવી ફિલ્મો મળી અને હમણાં‘ઓપરેશન મજનૂમાં તે કામ કરી રહી છે. તેની પાસે 4-5 તમિલ-તેલુગુ ફિલ્મો જરૂર છે પણ હિન્દી વધારે નથી. જો કે સાઉથમાં પણ તે હવે હીરોઇન નથી રહી. પણ આ માટે તે પોતાનો જ વાંક કાઢી શકે. કરીના કપૂર આજે ય હીરોઇન તરીકે આવી શકે તો ભૂમિકા પણ પોતાની જગ્યા બનાવી શકી હોત.  હવે તે પોતાની સ્થિતિ વધુ બદલી શકે તેમ નથી. તેના લગ્નને ય ચૌદ વર્ષ થઇ ચુકયા મહત્વાકાંક્ષી ન હોવાનું તેને નડયું છે બાકી તે વધુ સારી કારકિર્દી સાથે આજે ય ઊભી હોત.

Most Popular

To Top