Business

ખેડૂતોને એક પીપ અને બે ટબ કયારે  મળશે?

માજી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં લગભગ ગયા જુન-જુલાઇ માસ દરમ્યાન સરકાર દ્વારા ખેડૂતોને ઉપયોગમાં આવે એવું એક પીપળું અને બે ટબ આપવાની જાહેરાત થઇ હતી અને તેના ફોર્મ પણ ગામપંચાયત ખાતે ભરવામાં આવ્યા હતા અને ખેડૂતોએ એ ફોર્મ 7-12ની નકલ, આધારકાર્ડ અને જરૂરી દસ્તાવેજો સાથે ભરી અરજી કહેલ હતી. જેનો આજદીન સુધી કોઇ ઉકેલ આવેલ નથી. તેમજ કયારે ઉકેલ કયારે આવશે તેની પણ કોઇને ખબર નથી. રૂપાણી સરકારની વિદાય પછી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે સત્તાનાં સુત્રો સંભાળ્યા. છતાં ખેડૂતોને સરકાર તરફથી એક પીપળું અને બે ટબ મળ્યા નથી તેમજ કયારે મળશે એ અંગે પણ કોઇ ફોડ પાડતુ નથી. ગામ પંચાયતમાં તપાસ કરતાં ત્યાંથી પણ કોઇ સચોટ જવાબ મળતો નથી. તો આ અંગે ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર સફાળી જાગે અને ખેડૂતોને મળવાપાત્ર એક પીપળું અને બે ટબનું તાત્કાલિક ધોરણે ખેડૂતોને વિતરણ કરે એ ખૂબ જ જૂરરી છે. આવા સંજોગોમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ અને નવસારી જિલ્લાનાં સંસદસભ્ય સી. આર. પાટીલ પણ અંગત રસ લઇ આ સમસ્યાનો ઉકેલ લાવી ખેડૂતોને તાત્કાલિક ધોરણે એક પીપળુ અને બે ટબ મળે એવી વ્યવસ્થા કરે એ ખૂબ જ જરૂરી છે. તલીયારા   -હિતેશકુમાર એસ. દેસાઇ –
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top