Business

વક્તા જ્યારે બક્તા બની જાય છે ત્યારે

કોઈ પણ જાહેર કાર્યક્રમ નિર્ધારિત સમયે નિર્ધારિત હેતુસર પૂર્ણ થાય એવું જવલ્લે જ બને છે.સરકારી કાર્યક્રમોમાં શાસકોની વાહવાહીનો સૂર મુખ્ય હોય છે, એમાં સમયભાન અને વિવેકભાન વગર પરાણે ભેગાં કરાયેલાં શ્રોતાઓ સમક્ષ વાણીવિલાસ વહેવડાવાય છે.સાહિત્યિક કાર્યક્રમમાં પણ હવે સાહિત્યકારોની જૂથબંધી વર્તાઈ આવે છે, એમાં પણ મંચસ્થ સાહિત્યકારો પોતાની વિદ્વત્તા બતાવવા ક્યારેક ચડસાચડસીએ ચડી જઈ હું વધારે ઊંડા સંદર્ભો સાથે વધારે લાંબુ બોલી શકું છું તેવું સાબિત કરવાની લાયમાં સમયભાન ભૂલી જતા હોય છે અને શ્રોતાઓનો સમય વેડફી નાખે છે.કેટલાક સમારંભમાં તો મંચસ્થ મહાનુભાવો વિષયને ચાતરીને પોતાને જે બોલવું હોય તે જ બોલે છે, આવા સમયે શ્રોતાઓની સ્થિતિ કફોડી બનતી હોય છે.

કેટલાક કાર્યક્રમોમાં કાર્યક્રમના સંચાલક કે જેને હવે મંચ સારથિ કે સૂત્રધાર જેવા રૂપાળાં સંબોધનો મળતાં થયાં છે, તેઓ વક્તાઓ કરતાં વધારે સમય લઈને પોતાની વિદ્વત્તા સાબિત કરવા સંદર્ભ વગરની શેરોશાયરી અને પ્રસંગકથાઓ ઠપકારતા હોય છે.સરવાળે કાર્યક્રમ સમયસર પૂરો થતો નથી.કાર્યક્રમના આયોજકોએ સમયસર કાર્યક્રમ શરૂ થાય એવો આગ્રહ રાખી વક્તાઓ અને સંચાલકોને પણ યોગ્ય સમયપાલન માટે આગોતરી સૂચના આપી તેનું સજ્જડ પાલન થાય તેની કાળજી લેવી જોઈએ. જેથી કરીને શ્રોતાઓનો કિંમતી સમય નહીં વેડફાય.
સુરત     – પ્રકાશ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top