આપણા જેન ઝીની સમસ્યાઓ, તેમની નિરાશા અથવા તો તેમની ‘સ્વતંત્રતાના અભાવ’ વિશે વાતો કરવી ખૂબ જ ફેશન બની ગઈ છે. ખાસ કરીને દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ પ્રદર્શન પછી. પરંતુ ભારતનાં યુવાનો સામનો કરી રહ્યાં છે તે ખરી સમસ્યા ડ્રગ્સ/કેફી દ્રવ્યોનું વ્યસન છે. વિશ્વનો કોઈ પણ ભાગ નશાના દૂષણથી મુક્ત નથી અને ભારત પણ તેમાં અપવાદ નથી.
પંજાબના ઓપિઓઇડ સંકટથી લઈને કેરળની રેવ પાર્ટીઓ સુધી, ગોલ્ડન ક્રેસન્ટ અને ગોલ્ડન ટ્રાયએંગલ સાથે જોડાયેલા હેરોઇનના માર્ગોથી લઈને હાઇ વેના ઢાબાના ઓથા હેઠળ ચાલતા અફીણના નેટવર્ક સુધી, આ દૂષણ એક રાષ્ટ્રીય પડકાર બની ગયું છે જે લાખો યુવાન ભારતીયો અને તેમનાં પરિવારોને પ્રભાવિત કરી રહ્યું છે. સરકારી અંદાજ મુજબ, 370 મિલિયન (37 કરોડ)થી વધુ ભારતીયો કોઈ ને કોઈ સ્વરૂપે નશાકારક પદાર્થોનું સેવન કરે છે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના 2025ના અહેવાલ મુજબ, દેશભરમાં આશરે 1.34 લાખ કિલોગ્રામ નશાકારક દવાઓ જપ્ત કરવામાં આવી હતી, જેનું અનુમાનિત બજાર મૂલ્ય આશરે ₹1,980 કરોડ છે.
એ જ વર્ષમાં રેકોર્ડ 42,282 એકરમાં થઈ રહેલી ગેરકાયદેસર અફીણની ખેતીનો નાશ કરવામાં આવ્યો હતો, જે 2020માં માત્ર 10,000 એકરની સરખામણીમાં એક જંગી ઉછાળો છે. આપણે આ વિશે જેટલી વાત કરવી જોઈએ તેટલી કેમ નથી કરતા? શું એ એટલા માટે છે કે આપણને તેમાં રાજકારણ નથી દેખાતું? કડવું સત્ય એ છે કે: નશીલા પદાર્થોનું સેવન એક અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે. તે દેશની શારીરિક અને સામાજિક-આર્થિક સુખાકારી પર પ્રતિકૂળ અસર કરે છે. વાસ્તવમાં, તે સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં જાહેર આરોગ્ય પર નોંધપાત્ર અસર કરે છે. દારૂ/ડ્રગ્સનું વ્યસન માત્ર સંકળાયેલી વ્યક્તિને જ નહીં, પરંતુ પરિવાર અને સમગ્ર સમાજને પણ અસર કરે છે.
દારૂ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો નશો છે, જેમાં 10થી 75 વર્ષની વયનાં લગભગ 160 મિલિયન (16 કરોડ) લોકો હાલમાં તેનું સેવન કરે છે. આશરે 31 મિલિયન (3.1 કરોડ) લોકો ગાંજાનો ઉપયોગ કરે છે, જ્યારે ઓપિઓઇડનો ઉપયોગ (હેરોઇન અને સ્મેક સહિત) 2 ટકાથી વધુ વસતીને અસર કરે છે અને લાખો લોકો સિડેટિવ (ઊંઘની દવા) અને ઇનહેલન્ટ (સૂંઘવાનો નશો) પર નિર્ભર છે. આશ્ચર્યજનક વાત એ છે કે, 8.5 લાખ લોકો ડ્રગ્સના ઇન્જેક્શન લે છે.
10થી 75 વર્ષની વય વચ્ચેનાં લગભગ 16 કરોડ લોકો (14.6%) વર્તમાનમાં દારૂ પીએ છે અને તેમાંથી 5.2% દારૂના વ્યસની બની ચૂક્યાં છે. •લગભગ 3.1 કરોડ વ્યક્તિઓ (2.8%) ગાંજાના ઉપયોગકર્તા છે અને 72 લાખ (0.66%) લોકો ગાંજા સંબંધિત સમસ્યાઓથી્ પીડાય છે. •એકંદર ઓપિઓઇડ ઉપયોગકર્તાઓ 2.06% છે અને લગભગ 0.55% (60 લાખ)ને સારવાર સેવાઓ/આરોગ્ય સેવાની જરૂર છે. •1.18 કરોડ (1.08%) લોકો સિડેટિવના વર્તમાન ઉપયોગકર્તાઓ છે (તબીબની સલાહ વગર).
•પુખ્ત વયનાં લોકોના 0.58% ની સરખામણીમાં 1.7% બાળકો અને કિશોરો ઇનહેલન્ટના ઉપયોગકર્તા છે. લગભગ 18 લાખ બાળકોને ઇનહેલન્ટના ઉપયોગ માટે મદદની જરૂર છે. 2 ઓગસ્ટના રોજ દેશભરમાં 10,000થી વધુ સ્થળોએ એક કરોડથી વધુ યુવાનોએ એકસાથે ભાગ લીધો હતો અને નશીલા પદાર્થોના સેવન સામે રાષ્ટ્રીય સંકલ્પ લીધો હતો. બાળકોને નશાની લતથી બચાવવા એ ભારત સામે સૌથી મોટા નીતિ વિષયક પડકારોમાંથી એક છે.
સરકારી અને ખાનગી બંને એજન્સીઓના તાજેતરના અહેવાલો સૂચવે છે કે, નાનાં બાળકોમાં નશીલા પદાર્થોના ઉપયોગ અને દુરુપયોગના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. તત્કાળ એ વિચારવાની જરૂરિયાત છે કે, બાળકોને ડ્રગ્સના ઉપયોગથી ઊભાં થતાં જોખમો વિશે કેવી રીતે જાગૃત કરી શકાય. (બાળકની ઉંમર અને તબક્કાને ધ્યાનમાં રાખીને). આપણે આપણાં બાળકોને ડ્રગ્સના ઉપયોગ વિશે જાણકારી આપવી અને પ્રવર્તમાન સાથીદારોના અને સામાજિક દબાણ સામે પ્રતિકાર વિકસાવવા માટે પ્રેરિત કરવાં પડશે.
શાળાનાં બાળકોમાં આત્મવિશ્વાસ અને ખુદને સક્ષમ હોવાની અનુભૂતિ કરવાની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે અસરકારક પગલાં જરૂરી છે, જેથી કિશોરો અને બાળકોમાં જોખમી વર્તનને રોકી શકાય. ઉચ્ચ બેરોજગારી, કારકિર્દીનો તણાવ અને માનસિક સ્વાસ્થ્યના સંઘર્ષો યુવાનોને નશીલા પદાર્થોના સેવન તરફ ધકેલે છે. ભારતના વિરોધી રાષ્ટ્રો આપણા દેશને કમજોર કરવા માટે યુવાનોને લક્ષ્ય બનાવીને આતંકવાદી એજન્ડાના ભાગ રૂપે ગેરકાયદેસર ડ્રગ્સના વેપારનો ઉપયોગ કરી રહ્યા છે. પંજાબમાં ડ્રોન દ્વારા ડ્રગ્સની ડિલિવરી એ એક મોટી રાષ્ટ્રીય સુરક્ષા કટોકટી છે, જેમાં પાકિસ્તાનમાંથી સીમાપાર થતી ગેરકાયદેસર નશીલા પદાર્થોની તસ્કરી સામેલ છે. વાસ્તવમાં, પંજાબ રાજ્ય ભારતમાં સૌથી વધુ અસરગ્રસ્ત સરહદી પ્રદેશ તરીકે ઊભરી આવ્યું છે. તે અત્યાધુનિક, શસ્ત્રસજ્જ અને સેટેલાઇટ-ગાઇડેડ માનવરહિત એરિયલ વાહનો (યુએવી) માટે પ્રાથમિક લક્ષ્ય છે, જે પ્રતિબંધિત માલ ફેંકે છે.
દેશભરમાં નોંધાયેલી 305 ડ્રોન સંબંધિત ડ્રગ ટ્રાફિકિંગ ઘટનાઓમાંથી, પંજાબ સરહદ પર જ આશ્ચર્યજનક રીતે 298 ઘટનાઓ બની હતી. આ ગેરકાયદેસર ઉડાનના પરિણામે એક જ વર્ષમાં લગભગ 460 કિલોગ્રામ નશાકારક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં 448 કિલોગ્રામ હેરોઇન, 9 કિલોગ્રામ મેથ્મફેટામાઇન (આઈસીઈ) અને 3 કિલોગ્રામ અફીણનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાંથી ઓપરેટ કરતી મોટી ડ્રગ્સ ગેંગ આ યુએવીનો ઉપયોગ જમીની ફેન્સિંગ સિક્યોરિટી સ્તરોને પાર કરીને સ્થાનિક રીસીવર નેટવર્ક સુધી પહોંચવા માટે કરે છે. ગુજરાતનાં બંદરો પર સૌથી વધુ વારંવાર પકડાતા ગેરકાયદેસર ડ્રગ્સમાં મેફેડ્રોન (એમડી) અને મેથ્મફેટામાઇન જેવા સિન્થેટિક ઉત્તેજક પદાર્થો, હેરોઇન અને ટ્રામાડોલ જેવા ઓપિઓઇડ્સ અને ગાંજા તથા ચરસ જેવા ભાંગ-આધારિત પદાર્થોનો સમાવેશ થાય છે.
જો કે, ગુજરાતનાં બંદરો પર જપ્ત કરવામાં આવેલ ઉચ્ચ મૂલ્યના પ્રતિબંધિત માલનો મોટો હિસ્સો અન્ય ભારતીય રાજ્યો અથવા આંતરરાષ્ટ્રીય બજારોમાં મોકલવા માટે હોય છે. આમ છતાં સિન્થેટિક ડ્રગ્સનું સ્થાનિક સ્તરે ઉત્પાદન અને વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે. 2 ઓગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા’નો પ્રારંભ કરાવ્યો હતો. આ ઝુંબેશ હેઠળ આગામી 100 રવિવારોમાં નશામુક્ત ભારતની દિશામાં 100 મજબૂત પગલાંઓ ઉઠાવવામાં આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.