કોરોના વાઇરસ મોટા દેશોની એક રમત હતી. લાખો માણસો મરી ગયાં. દુનિયામાં અણુ યુદ્ધ ના ભણકારા, અણુશસ્ત્રો માટે પડાપડી, મારો ધર્મ મોટો, નબળા દેશોનો નાશ, દુનિયામાં વધતી જતી જાનહાનિ, ઈન્ટરનેશનલ રમતોમાં ગોટાળા , રાજકારણીઓ અને દુનિયાના કહેવાતા નેતાઓના ન સમજાય તેવા મેસેજો, આપણા દેશમાં મંદિરના પૈસાની ચોરી, પેપર લીક , પોલીસોની દાદાગીરી , ઠેરઠેર ગુંડાગીરી, લાંચરૂશ્વત, પૈસા માટે લુચ્ચાઈ, મારામારી , દેશનું જે થવાનું તે થાય, મારે રાતોરાત પૈસાવાળા થઈ રાજ કરવું છે , ગાંધીજી જેમણે આઝાદી અપાવી તેને બદનામ કરવું , ભગવાનની મશ્કરી, અંધશ્રદ્ધા, આંધળું અનુકરણ, નવા બનાવેલા હાઈ વે રસ્તાઓ ધોવાઈ જવા અને નવું તો ભજન ગાવાના પ્રોગ્રામમાં પૈસાની રમઝટ જાણે મુઝરામાં ફેંકાઈ રહ્યા હોય અને કહેવાતા મહાનુભાવો હીંચકે ઝૂલીને વાહવાહ કરે ,ગરીબ ગરીબ થતાં જાય છે અને પૈસાદાર ધરાતાં નથી , સાધુ લોકો રાજકારણની વાતો કરે. દુનીઆ ક્યાંથી ક્યાં ચાલી ગઈ. હવે એવું લાગે છે કે આપણું જૂનું ભણતર, શિક્ષણ અને આદર્શોને આઘા મૂકીને આ નવામાં જોડાઈ જવું પડશે. તો જ આ હરીફાઈમાં રહેવાશે. સાચા નિયમથી જીવતા માણસને માટે બહુ અઘરું છે. કયાં તો બધું છોડીને હિમાલય પર જવું પડશે. સમજાતું નથી. આમાં સાચું શું ? આપણાં છોકરાઓને જીવવા માટે શું શીખવવું? ગુંડાગીરી?
વલસાડ – દર્શિત દેસાઈ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.