Business

સરકારે હંમેશા સાચે-ખોટે, બધે જ મુદ્દે ઝૂકવાનું?

તારીખ ૫ ઓગસ્ટ, ૨૦૨૬ ના ‘ ગુજરાતમિત્ર ‘ દૈનિકની ‘ ચર્ચાપત્ર ‘ કટારમાં બે વાચકોના વિચારો રજૂ થયા. જેમાં એક ડૉ. શ્રી કિરીટ ડુમસિયાનાં જેમાં મોદીને ઝૂકતાં શીખવાની સલાહ હતી અને આ જ દિવસે રાજુ રાવળનું દેશ વિરોધી અભિયાનને સમજાવતા વિચારો તથા તારીખ ૪ ઓગસ્ટ , ૨૦૨૬ ની આ જ કટારમાં શ્રી ચંદ્રકાંત રાણાનું લગભગ રાજુ ભાઈના વિચારો સાથે ક્યાંક મળતા વિચારો રજૂ થયા. કિરીટભાઈ પણ મોદીને ટકવાનું જરૂરી તો માને જ છે. આજે સમાચાર જોવા મળ્યા કે  નવી ઊભી થયેલી પાર્ટી, કે જેના સ્થાપક આંદોલન સમયે પણ ટેસ્ટી વાનગી આરોગતા નજરે પડે છે અને તેનાં સાથીઓ અશ્લીલ ચેષ્ટા સાથે બિનસંસદીય ભાષા બોલતા દેખાય છે અને મરણાંત અપવાસ કરવા અન્યને સાધન બનાવે છે, જેનું સાધન નિર્વાચન નથી પણ ફક્ત ને ફક્ત એક પછી એક (પ્રાયોજિત?) આંદોલનો જ છે. તેમણે ખુલ્લમ ખુલ્લા જાહેર કર્યું છે કે નવા નવા મુદ્દા શોધીને કેન્દ્ર સરકાર અને એનડીએ ની રાજ્ય સરકારો સામે આંદોલનો ચાલુ જ રહેશે. આંદોલનના તરફદારોએ યાદ રાખવું જોઈએ કે દેખાવો પ્રતિબંધિત વિસ્તારમાં હતા અને આંદોલનકારીઓ કરતા ઘાયલ પોલીસ જવાનો, અધિકારીઓ અને (મહિલા સહિત) પત્રકારોની સંખ્યા વધારે હતી. સરકારે હંમેશા સાચે-ખોટે, બધે જ મુદ્દે ઝૂકવાનું?
સુરત     – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top