લક્ઝરી શું છે?

સૌથી મોંઘી હોસ્પિટલમાં સારવાર લક્ઝરી નથી. લક્ઝરી સ્વસ્થ હોવું .લક્ઝરી એ ક્રુઝ પર જવાનું અને  ત્યાં પ્રખ્યાત રસોઇયા દ્વારા તૈયાર કરાયેલ ભોજન  નથી.લક્ઝરી એટલે તમારા પોતાના ફળિયામાં ઉગાડવામાં આવેલ તાજો ઓર્ગેનિક ખોરાક ખાવાનો આહ્લાદ .તમારા ઘરમાં એલિવેટર એટલે લક્ઝરી નથી.લક્ઝરી એટલે મુશ્કેલી વિના 3-4 માળની સીડીઓ ચઢવાની ક્ષમતા. લક્ઝરી એ મસમોટું રેફ્રિજરેટર નથી.લક્ઝરી એટલે દિવસમાં 3 વખત તાજો રાંધેલો ખોરાક ખાવાની ક્ષમતા. તમારી પોતાની હોમ થિયેટર સિસ્ટમ ઉપર હિમાલયન અભિયાન જોવાનું એ લક્ઝરી નથી.લક્ઝરી શારીરિક રીતે હિમાલયન અભિયાનનો અનુભવ છે .60 ના દાયકામાં કાર એક લક્ઝરી હતી.70 ના દાયકામાં ટેલિવિઝન એક લક્ઝરી હતી.80 ના દાયકામાં ટેલિફોન એક લક્ઝરી હતી.90 ના દાયકામાં કમ્પ્યુટર એક લક્ઝરી હતું .તો હવે લક્ઝરી શું છે? 2022 માં COVID ન હોવું એ લક્ઝરી છે .સ્વસ્થ રહેવું, ખુશ રહેવું, સુખી લગ્નજીવનમાં રહેવું, પ્રેમાળ કુટુંબ હોવું, પ્રેમાળ મિત્રો સાથે રહેવું, શુદ્ધ જગ્યાએ રહેવું, આ બધી વસ્તુઓ દુર્લભ બની ગઈ છે અને તે જ છે વાસ્તવિક લક્ઝરીઝ. કોણે લખ્યું છે ખબર નથી, પણ એકદમ વાસ્તવિકતા બતાવી છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top