National

એવું તો શું થયું કે મહારાષ્ટ્રનાં અડધો ડઝન જિલ્લાઓમાં અંધારપટ છવાઈ ગયો

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકારી વીજ કંપનીઓ (Government Power Companies) ના કર્મચારી (employees) ઓ અને અધિકારીઓ (officers) એ અદાણી (Adani ) કંપનીને વીજ પુરવઠો (power supply) આપવાનો વિરોધ (protest) કર્યો છે. જેના પગલે આજે બુધવાર 4 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્રની મહાવિતરણ, મહાપરેશન અને મહાનિર્મિતી કંપનીઓ સાથે જોડાયેલા 86 હજાર વીજ કર્મચારીઓ, અધિકારીઓ અને એન્જિનિયરો મધ્યરાત્રિ 12 વાગ્યાથી હડતાળ પર ઉતરી ગયા છે. કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા મહારાષ્ટ્રનાં અડધો ડઝન જિલ્લાઓમાં લાઇટો ગુલ થઇ ગઇ છે. તેમજ અન્ય જિલ્લાઓમાં પાવર કટની સમસ્યા સામે આવી રહી છે. હાલ આ હડતાલ 72 કલાકની છે. આ સમગ્ર મામલે આજે બપોરે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે વિજળી કર્મચારીઓ અને અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક છે. આ બેઠકમાં કર્મચારીઓનું આગામી સ્ટેન્ડ સ્પષ્ટ થશે.

ખાનગીકરણનાં વિરોધમાં હડતાળ
મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી વર્કર્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી ક્રિષ્ના ભોઇરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ (મહાવિતરણ), મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (મહાપારેશન) અને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કોર્પોરેશન લિમિટેડ (મહાનિર્મિતિ) સરકારી વીજ કંપનીઓના કર્મચારીઓ છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સોમવારે, 15,000 થી વધુ કર્મચારીઓએ થાણે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર પ્રદર્શન કર્યું. તેમણે જણાવ્યું કે આ ત્રણેય વીજ કંપનીઓના લગભગ 86,000 કર્મચારીઓ, અધિકારીઓ, એન્જિનિયરો અને 42,000 કોન્ટ્રાક્ટ કામદારો અને સુરક્ષા કર્મચારીઓએ 72 કલાક માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વિરોધ કરી રહેલા કામદારોની માંગ છે કે અદાણી ગ્રુપની કંપનીને પૂર્વ મુંબઈમાં ભાંડુપ, થાણે અને નવી મુંબઈમાં નફો કમાવવા માટે સમાંતર લાયસન્સ આપવામાં ન આવે.

હડતાળ મામલે મહારાષ્ટ્ર સરકાર આજે લેશે નિર્ણય?
છેલ્લા દોઢ મહિનાથી વીજ કર્મચારીઓની સંઘર્ષ સમિતિ કંપનીઓના ખાનગીકરણ સામે આંદોલન ચલાવી રહી છે. નાગપુરમાં, જ્યારે વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થવાનું હતું, ત્યારે 35,000 વીજ કર્મચારીઓએ વિધાનસભાની બહાર વિરોધ માર્ચ કાઢી હતી. કર્મચારીઓને જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર અદાણી ગ્રુપને વીજળીના વિતરણ માટે પરવાનગી આપવા જઈ રહી છે. કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે.

સરકારે કરી આ તૈયારીઓ
હડતાલને પહોંચી વળવા સરકાર સ્તરે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. મુંબઈમાં હેડ ઓફિસ સહિત તમામ સર્કલ અને ડિવિઝનલ ઓફિસોમાં એક ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જે 24 કલાક કાર્યરત રહેશે. રજા પર ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓને કામ પર પાછા ફરવાના આદેશ આપવામાં આવ્યા છે. હડતાળ દરમિયાન વીજ પુરવઠો જાળવવા માટે એજન્સીના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કામદારો, નિવૃત્ત ઇજનેરો, જાહેર બાંધકામ વિભાગના કર્મચારીઓ સહિત કર્મચારીઓ, વિદ્યુત નિરીક્ષકો અને સુપરપાવર વિભાગના એન્જિનિયરોને વિવિધ પેટા કેન્દ્રો પર તૈનાત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

Most Popular

To Top