National

નવા મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં ખેડૂતોને પ્રાથમિકતા, લેવાયા આ નિર્ણય

નવી દિલ્હી: (Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની (Cabinet) પહેલી બેઠકનો અંત આવ્યો છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે એપીએમસી દ્વારા ખેડૂતોને એક લાખ કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવશે. નવી કેન્દ્રીય મંત્રીમંડળની આ પહેલી બેઠક હતી. આ પછી પ્રધાનોની પરિષદની બેઠક મળશે. બુધવારે મોદી સરકારના બીજા કાર્યકાળનાં પ્રથમ પ્રધાનમંડળનું વિસ્તરણ થયું હતું. નવા મંત્રી મંડળની પહેલી બેઠક વર્ચ્યુઅલી (Virtual Meeting) યોજવામાં આવી અને તેમાં 30 મંત્રી સામેલ હતા. નવી કેબિનેટની ટીમ સાથે પ્રધાનમંત્રીની (PM Modi) આ પ્રથમ બેઠક હતી. 

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ પછી, પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં ખેડૂતોને લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે કેબિનેટે નિર્ણય લીધો છે કે, એક લાખ કરોડ રૂપિયા ખેડુતોને એપીએમસી દ્વારા પૂરી પાડવામાં આવશે. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. પત્રકાર પરિષદ દરમિયાન સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની સાથે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર હાજર રહ્યા હતા.

તોમારે કેન્દ્રના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે સરકાર જે કહે છે તે કરી રહી છે. આ સાથે કેન્દ્રીય કેબિનેટે આરોગ્ય ઇમરજન્સી માટે 23 હજાર કરોડના પેકેજને મંજૂરી આપી હતી. તે જ સમયે નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે નાળિયેર વિકાસ બોર્ડમાં સીઇઓની નિમણૂક કરવામાં આવશે. કૃષિ મંત્રીએ કહ્યું કે નાળિયેરની ખેતી વધારવા માટે અમે નાળિયેર બોર્ડ એક્ટમાં સુધારો કરી રહ્યા છીએ. હવે નાળિયેર બોર્ડના અધ્યક્ષ બિન સત્તાવાર વ્યક્તિ રહેશે. તે ખેડૂત સમુદાયમાંથી હશે, જેમને આ કાર્ય વિશે સારી જાણકારી અને સમજ હશે.

એપીએમસીને વધુ મજબૂત બનાવીશું
કૃષિ મંત્રીએ કહ્યું કે હું આંદોલન કરનારા કિસાનોને કહેવા ઈચ્છુ છું કે નવા કૃષિ કાયદામાં એપીએમસી ખતમ થશે, પરંતુ બજેટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એપીએમસી ખતમ નહીં પરંતુ મજબૂત બનશે. આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ કૃષિ બજાર ઉત્પાદન સમિતિ (APMC) પણ કરી શકશે. 

Most Popular

To Top