World

પાકિસ્તાનમાં ઈમરાનની રેલીમાં ભડકી હિંસા, મેટ્રો સ્ટેશન ફૂંકી માર્યું

ઈસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)માં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન(Imran Khan)ની સ્વતંત્રતા માર્ચ દરમિયાન ઈસ્લામાબાદ(Islamabad)માં હિંસા(Violent) ફાટી નીકળી હતી. ઈમરાન ખાનના સમર્થકોએ અનેક જગ્યાએ આગ(Fire) લગાવી દીધી છે અને મેટ્રો સ્ટેશનને આગ ચાંપી દીધી છે. હાલમાં પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ઈમરાન ખાનનો શાહબાઝ સરકાર પર પ્રહાર ચાલુ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને આઝાદી માર્ચ દ્વારા દેશમાં ફરીથી વિધાનસભાની ચૂંટણીની માગણી કરીને આઝાદી માર્ચ કાઢી હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં પીટીઆઈ સમર્થકોની રાજધાની ઈસ્લામાબાદમાં લાંબો જામ થયો હતો.

મેટ્રો સ્ટેશન આગના હવાલ કર્યું
ઈમરાન ખાનની આઝાદી માર્ચે રાજધાની ઈસ્લામાબાદમાં પ્રવેશ પહેલા ઘણી હિંસા થઈ હતી. ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. આ પછી ત્યાં આગની જોરદાર જ્વાળાઓ જોવા મળી હતી. રાજધાની ઈસ્લામાબાદ સિવાય પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાંથી પણ આવી જ તસવીરો સામે આવી રહી છે. હિંસક વિરોધ દરમિયાન, બુધવારે ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના ઘણા સમર્થકોની પોલીસે ધરપકડ કરી હતી. ઈમરાનના હજારો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. કરાચી, લાહોરમાં શાહબાઝ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

ઈસ્લામાબાદમાં સેના તૈનાત, પોલીસે ટીયર ગેસ છોડ્યા
સ્થિતિ બેકાબૂ બન્યા બાદ રાજધાની ઈસ્લામાબાદમાં સેના તૈનાત કરવામાં આવી છે. અહીં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. જવાબમાં નારાજ સમર્થકોએ પણ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન તેમના સમર્થકો સાથે ડી-ચોક તરફ આગળ વધી રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા જે આદેશ જારી કરવામાં આવ્યો છે. જેમાં તેમની પ્રાથમિકતા સરકારી ઈમારતની સુરક્ષાની છે.

ઈમરાન ખાનને ઈસ્લામાબાદમાં પ્રવેશતા અટકાવવા આદેશ
પાકિસ્તાન સરકારનાં કહેવા મુજબ નું તો એમ પણ કહેવું છે કે ઈમરાન ખાનના સમર્થકો સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન, પીએમ હાઉસ, પ્રેસિડેન્સી, પાકિસ્તાન સચિવાલય, અને રાજનિયક એન્ક્લેવને ટાર્ગેટ કરી શકે છે. સમગ્ર સ્થિતિને ધ્યાનમા લેતા પાક પીએમ શહબાઝ શરીફે દેશની સુરક્ષા એજન્સીઓ પાસેથી ઈનપુટ મળ્યા બાદ અધિકારીઓને ઈમરાન ખાનને ઈસ્લામાબાદના રેડ ઝોનમાં પ્રવેશ કરતા રોકવાના આદેશ આપ્યા છે.

Most Popular

To Top