Vadodara

શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિશે અભદ્ર શબ્દો બોલતા વિડિયો વાઈરલ

વડોદરા: વડોદરામાં એક યુવકે છત્રપતિ શિવાજી મહારાજ માટે અભદ્ર શબ્દનો મારો કરતા એના જ એક મિત્રએ આ ઘટનાનો વીડિઓ બનાવી વાયરલ કરતા મહારાષ્ટ્રીયન સમાજમાં ભારે રોષ ફેલાયો છે.ત્યારે સમગ્ર મામલે શિવ સેનાના પ્રવક્તાએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં આજની પેઢી કશું કરતા પહેલા વિચારતી નથી.બસ પોતાને બાહુબલી અને રાતોરાત કરોડપતિ બનવાના સપના જોઈ એવું પગલું ભરી દેતા હોય છે કે પાછળથી પસ્તાવવાનો વારો આવતો હોય છે.જેનું મુખ્ય કારણ છે મોબાઈલ.જેના કારણે ઘણાનો સંસાર ઉજડે છે તો કોઈએ જીવ પણ ગુમાવવો પડે છે.

અગાઉ પણ આવા ઘણા કિસ્સા સપાટી પર આવવા પામ્યા હતા.ત્યારે આ વખતે તો મહારાષ્ટ્રીયન સમાજ માટે મહાન વિભૂતિ કહેવાતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ માટે જ અભદ્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.એક યુવક સાંજના સુમારે શ્રી છત્રપતિ શિવાજી મહારાજને મનફાવે તેમ અભદ્ર શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે.જ્યારે તેની સામે બેઠેલ યુવક તેને પણ પાછો ઉપસાવી વધુ બોલાવી રહ્યો છે અને પોતાના મોબાઈલમાં પણ આ ઉચ્ચારેલા શબ્દો વિડીઓમાં કેદ કરી વાયરલ કર્યા હતા.જોકે વાયરલ થયેલા વીડિઓને લઈ વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.કોઈ પટેલ આર્યન નામના યુવકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિશે ગંદી ગાળો ભાંડી હોવાનું જાણવા મળ્યું હતું.સમગ્ર મામલે વડોદરા શહેર શિવસેના પ્રવક્તા દિપક પાલકરે આ અંગે પોતાની અને સમાજની લાગણી દુભાઈ હોવાની અરજી સાથે તાલુકા પોલીસ મથકમાં રજૂઆત કરી આ યુવક પર કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

Most Popular

To Top