SURAT

વેસુ સ્પોર્ટ્સ કાર્નિવલમાં જામી રમતની ઋતુ: ખાસતો આ સ્ટોલનું રહ્યું વિશેષ આકર્ષણ

સુરત : સુરત શહેરમાં આજથી 36મી નેશનલ ગેમ્સ 2022નો સ્પોર્ટ્સ કાર્નિવલનો ધમાકેદાર શુભ આરંભ થયૉ છે.જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમનું આયોજન આગામી ત્રણ દિવસ સુધી લગાતાર ચાલશે.આયોજનમા ગામઠી,દેશી કહી શકાય તેવી રમતને નેશનલ રમત સાથે જોડવાનો ઉત્કટ પ્રયાસ કરાયો હોવાનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓને રમત સાથે જોડીને તેને નેશનલ લેવલ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.કુલ 50 લાખથી વધારે બાળકો આ રમતનો હિસ્સો બનવા માટે જઈ રહ્યા છે.

શહેર પોલીસ દ્વારા આધુનિક શસ્ત્રોનું ડિસ્પ્લે કરાયું
સ્પોર્ટ્સ કાર્નિવલમાં સુરત શહેર પોલીસ દ્વારા આધુનિક શસ્ત્રોનું ડિસ્પ્લે કરાયું હતું.આ સ્ટોલની ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી.અને વિવિધ હથિયારોની માહિતી પણ લીધી હતી.ત્યારબાદ આ સ્ટોલને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જ્યાં શહેરી જનો પણ હથિયાર જોવા માટે રીતસરની લાઈનો લગાવી દીધી હતી.આધુનિક હથિયારોના સ્ટોલની સાથે શહેર ટ્રાફિક પોલીસનો સ્ટોલ પણ હતો જેમનો પ્રયત્ન માર્ગ સલામતીનો સંદેશ શહેરી જનો સુધી પહોંચે અને લોકો નિયમોંનું પાલન કરીને અકસ્માતોને ટાળી શકે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

વેસુ વિસ્તારમાં સ્પોર્ટ્સ કાર્નિવલમાં જામી રમતની ઋતુ
કાર્યક્રમનું આયોજન રાજ્યના રમતગમત અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ની હાજરીમાં કરવામાં આવ્યું હતું.જેંમા મોટી સઁખ્યામાં યુવનો આ આયોજનમાં જોડાયા હતા.રમત ગમતની સાથેસાથે આ આયોજનમાં પોલીસના દ્વારા મુકવમાં આવેલ શસ્ત્રોનું પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું.જેનું નિરીક્ષણ હર્ષ સંઘવીએ કરી તેમની માહિતી પણ લીધી હતી.કાર્નિવલમાં અનેક દેશી રમતોની રમજટ જોવા મળી હતી.જેમાં ખાસ કરીને દેશી રમતો જેવી કે ખોખો,આંધળોપાટો,સતોડિયા,રસ્સા ખેંચ,ઠીકરી અને લખોટીની રમતો આકર્ષણના કેન્દ્ર સ્થાને રહ્યું હતું.

Most Popular

To Top