Dakshin Gujarat

વાપીના સલવાવ પાસેથી ઢગલાબંધ બિયરની બોટલો લઈ પસાર થઈ રહ્યો હતો શાહરૂખ ખાન, પછી થયું આવું..

વાપી: (Vapi) વાપી સલવાવ બ્રિજ પાસેથી ડુંગરા પોલીસે (Police) પસાર થઈ રહેલી કન્ટેનરમાંથી રૂપિયા 6.90 લાખનો દારૂ જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ટેમ્પામાંથી રૂપિયા 4.34 લાખના દારૂ (Alcohol) સાથે ચાલક ઝડપાયો હતો.

  • વાપીના સલવાવમાં કન્ટેનરમાંથી રૂપિયા 6.90 લાખનો દારૂ ઝડપાયો
  • વાપીમાં ટેમ્પામાંથી રૂપિયા 4.34 લાખનો દારૂ ઝડપાયો

વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી આધારે વાપી સલવાવ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને વર્ણવેલું કન્ટેનર નં. આરજે-10 જીબી-7678 આવતા તેને રોકી તલાસી લેતા તેમાંથી પાસપરમીટ વિનાનો મોટી માત્રામાં દારૂ-બીયરનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. જેથી પોલીસે કન્ટેનર ચાલક રામભૈયા રાજેન્દ્ર સકસેના (ઉં.26, રહે. હરદોઈ, યુપી)ની પુછપરછ કરતા દારૂનો જથ્થો એક અજાણ્યા ઈસમે ભરાવી આપ્યો હોવાનું જણાવતા પોલીસે કન્ટેનરની કિમંત 12 લાખ, દારૂ-બીયરના જથ્થાની કિંમત 6,90,000 જપ્ત કર્યો હતો.

જ્યારે બીજા બનાવમાં પોલીસે વાપી સલવાવ પાસેથી પસાર થઈ રહેલા ટેમ્પો નં. એમએચ-46 એફ-3472 ને અટકાવી તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટેમ્પાચાલક શાહરૂખ ગની ખાન (ઉં.27, રહે. ભીવંડી, મહારાષ્ટ્ર, મૂળ રાજસ્થાન)ની અટક કરી હતી. ટેમ્પાની કિંમત 10 લાખ અને દારૂના જથ્થાની કિંમત 4,34,400 જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top