Dakshin Gujarat

ખાનગી કારમાં વાપીથી વલસાડ જવાનું કોન્ટ્રાક્ટરને એક લાખમાં પડ્યુ

વાપી : વાપીથી (Vapi) વલસાડ આવવા માટે બસની સુવિધા ઓછી હોવાથી અનેક નોકરીયાતો તેમજ ધંધાર્થીઓ વલસાડ આવવા માટે ખાનગી (Private) ઇકો અથવા મારુતિ વાનનો ઉપયોગ કરતા હોય છે. આ કાર ચાલકો વલસાડ વાપી વચ્ચે ફેરા મારી અને પેસેન્જરને (Passenger) બેસાડે છે. આવી જ ખાનગી કારમાં વલસાડ આવી રહેલા એક ટાઇલ્સ ફિટિંગ કોન્ટ્રાક્ટરના (Contractor) ખિસ્સામાંથી તેની બાજુમાં બેઠેલો યુવાન રૂપિયા 1 લાખ રોકડા સેરવી ગયો હતો.પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ ધરમપુર ચોકડી નજીક રહેતા અને વાપીમાં ટાઇલ્સ ફીટીંગ કોન્ટ્રાક્ટનું કામ કરતા રામદેવ ઉદારામ સૈનીને ગતરોજ તેના હિસાબ પેટેના રૂપિયા એક લાખ મળ્યા હતા.

બાજુમાં બેસેલા એક યુવાને તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા કાઢી લીધા
આ રોકડા રૂપિયા ખિસ્સામાં નાખી તે વૈશાલી ચોકડીના બ્રિજ છેડેથી એક ઇકો કારમાં બેસી વલસાડ આવી રહ્યા હતા. ત્યારે તેની બાજુમાં બેસેલા એક યુવાને તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા કાઢી લીધા હતા અને આગળ જઈ ઉતરી ગયો હતો. ત્યારબાદ રામદેવને પણ કારમાં નહીં ફાવતા તે વાપીમાં જ ઉતરી ગયો હતો. ઈકોમાંથી ઉતર્યા બાદ તેના ખિસ્સામાં પૈસા નહીં હોય તેને પૈસાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેના પગલે તેણે આ સંદર્ભે વાપી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરએફઓના ભાડા ઘરમાં કસબ અજમાવી તસ્કરો ફરાર થઇ ગયા
ઘેજ : ચીખલી નજીકના સમરોલીમાં આરએફઓના ભાડા ઘરમાં તસ્કરોએ કસબ અજમાવી ૮૦,૦૦૦ રૂપિયા રોકડા સોના-ચાંદીના દાગીના સહિત ૯૦ હજાર રૂપિયાની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા. તાલુકામાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ વધુ સતકર્તા દાખવે તે જરૂરી છે.પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદી મૌલિક નરેન્દ્રભાઇ પ્રજાપતિ જેઓ વન વિભાગની કચેરી દાહોડ (રણધીકપુર) ખાતે આરએફઓ તરીકે ફરજ બજાવે છે. તેમની થોડા સમય પૂર્વે ચીખલી સામાજીક વનિકરણમાંથી દાહોદ બદલી થઇ હતી.

કબાટના દરવાજા ખુલ્લા હોય તેમાંથી રોકડા રૂપિયા ચોરી ફરાર
બે દિવસની રજા લઇ વતન ગાંધીનગર ગયા હતા. આ દરમ્યાન પાડોશી રાકેશ મગનલાલ ગાંધીએ તેમના ઘરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરતા આવીને જોતા ઘરના આગળના દરવાજાનો નકુચો કોઇ સાધન વડે કાપી તસ્કરો ઘરમાં પ્રવેશી કબાટના દરવાજા ખુલ્લા હોય તેમાંથી રોકડા રૂપિયા ૮૦,૦૦૦, સોનાની બુટી નંગ-૨, ચાંદીના સિકકા નંગ – ૪, સ્ટીલના નળ નંગ-૧૦ મળી કુલ ૯૦,૦૦૦/- રૂપિયાની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા.પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ સમીરભાઇ કડીવાલાએ હાથ ધરી હતી.

Most Popular

To Top