SURAT

મુંબઈથી સુરત યુવક સગાઈ કરવા આવ્યો, 5.50 લાખના ઘરેણા રિક્શામાં ભૂલી ગયો અને પછી..

સુરત: (Surat) મુંબઈ ઠાણેથી સુરત અડાજણ સગાઈ (Engagement) કરવા આવેલો યુવક સાથે 5.50 લાખના ઘરેણા (Jewelry) લઈ આવ્યો હતો. આ ઘરેણાની બેગ અડાજણ પાસે રીક્ષામાં (Rickshaw) ભુલી જતા અડાજણ પોલીસે (Police) ગણતરીના કલાકોમાં આ રીક્ષા ચાલકને શોધી બેગ મેળવી પરત કરી હતી.

  • યુવક રીક્ષામાં 5.50 લાખના ઘરેણા ભુલી જતા પોલીસે રીક્ષા ચાલકને શોધી બેગ પરત કરાવી
  • મુંબઈથી સગાઈ માટે આવેલો યુવક 5.50 લાખના સોનાના ઘરેણાં રીક્ષામાં ભુલી ગયો હતો
  • પોલીસે સીસીટીવીના આધારે રીક્ષા નંબર અને ગુજ કોપમાં રીક્ષા ચાલકનું નામ સરનામું મેળવ્યું હતુ

અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વિનોદભાઇ ક્રિષ્ના ગુપ્તા (ઉ.વ.૩૦, રહે. ઘર નંબર,૬૨૬ ગુપ્તા બિલ્ડીંગ, દેવજીનગર સોસાયટી ભીવંડી તા.જી ઠાણે, મહારાષ્ટ્ર) એ આજરોજ સવારે પોતાના પરીવાર સાથે સુરત રેલવે સ્ટેશન ખાતેથી રીક્ષામાં બેસી અડાજણ ગ્રીન યુનાઇટેડ હોસ્પિટલ પાસે આવ્યા હતા. એસ.એમ.સી આવાસ ખાતે પોતાની સગાઇ કરવા માટે આવ્યો હતો. તે વખતે તેઓ પોતાની સાથે લઈ આવેલા સોના-ચાંદીના ઘરેણાની બેગ રીક્ષાના પાછળની સીટ ઉપર ભુલી ગયા હતા. જેથી યુવક અડાજણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જ્યાં પીઆઈ જે.કે.રાઠોડે સર્વેલન્સ પો.સ.ઇ. એ.સી.ઇશરાણી તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને બોલાવી બનાવની હકીકતથી વાકેફ કરાવ્યા હતા.

જે રીક્ષામાં ઘરેણાની બેગ ભુલી ગયા તે રીક્ષા તથા ઘરેણાની બેગ શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો કામે લાગી હતી. સી.સી.ટી.વી કેમેરા ચેક કરી તેના આધારે રીક્ષાનો રાજીસ્ટર નંબર મેળવ્યો હતો. ઇ.ગુજ કોપમાં રીક્ષા નંબર-GJ-05-BT-2552 સર્ચ કરી રીક્ષા ચાલકનુ નામ સરનામુ મેળવ્યું હતું. તેના સરનામે જઈ રીક્ષા ચાલકનો મોબાઇલ નંબર મેળવી સંપર્ક કરતાં રીક્ષા ચાલક સંદિપ મણીરામ રાજપુત (રહે.- ઘર નંબર ૧૭૮ વલ્લભનગર સોસાયટી પૂણાગામ) નો સંપર્ક કર્યો હતો. રીક્ષા ચાલકે પણ ઇમાનદારી બતાવી સોના-ચાંદીના ઘરેણા વાળી બેગ પરત સોંપી હતી. બેગમાં 5.50 લાખના ઘરેણા અને 5 હજાર રોકડા હતા.

Most Popular

To Top