Dakshin Gujarat

યુપી સુધી હજારો કિલોમીટર રિક્ષામાં ફરીને આવ્યા ત્યાં સુધી કંઈ ન થયું, વલસાડ હાઇવેના ખાડાએ જીવ લીધો

વલસાડ: (Valsad) વલસાડના વાઘલધરા હાઇવે (Highway) ઉપર પડેલા ખાડાના કારણે રિક્ષા પલટી મારી જતાં યાદવ પરિવારના ત્રણેયને ઈજા થઈ હતી. વાઘલધરાની ખરેરા ખાડીના પુલ (Bridge) ઉપર પડેલા ખાડામાં રિક્ષા પટકાતાં ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી રિક્ષા (Rickshaw) સાથે તમામ ખાડામાં પટકાયા હતાં. જેમાં સારવાર દરમિયાન પાંચ વર્ષના બાળક અને યુવાનનું મોત નિપજ્યું હતું, જે અંગેની ફરિયાદ નોંધાઈ છે.

  • છેક યુપી સુધી હજારો કિલોમીટર રિક્ષામાં ફરીને આવ્યા ત્યાં સુધી કંઈ ન થયું, પણ..
  • વલસાડ હાઇવે પર પડેલા ખાડાએ ભોગ લીધો: પાંચ વર્ષનો દીકરો અને પાડોશી યુવાન મોતને ભેટ્યા
  • વાઘલધરાની ખરેરા ખાડીના પુલ ઉપર પડેલા ખાડામાં રિક્ષા પટકાતાં ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો, રિક્ષા સાથે તમામ ખાડામાં પટકાયા
  • વહીવટી તંત્ર હાઇવે ઉપર પડેલા મસમોટા ખાડા જલ્દી પુરાવે એવી લોક માંગ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકજાણ ઘાસીયા મસ્જીદની બાજુમાં રહેતો અનિલ શ્રીનાથ યાદવ ઉમરગામની એક કંપનીમાં નોકરી કરે છે. તેને પત્ની મમતાદેવી અને સંતાનમાં પાંચ વર્ષના દીકરો જેનું નામ આદર્શ છે. અનિલનો પડોશી સુનિલ સીતારામ યાદવ એની રિક્ષા લઈને પરિવાર સાથે વતન ઉત્તર પ્રદેશ ગયો હતો. ત્યાંથી ગત તા.2-7-23 ના રોજ રિક્ષા લઈને વલસાડ આવવા માટે રવાના થયો હતો. ગતરોજ રાત્રે વલસાડના વાઘલધરા પાસે જાનકી રિસોર્ટ નેહાનં.48 મુંબઈ તરફ જવાના માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે વાઘલધરાની ખરેરા ખાડીના પુલ ઉપર પડેલા મોટા ખાડામાં અચાનક રિક્ષા પટકાતાં ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.

જેને લઈ રિક્ષા પલટી મારી જતા પુત્ર આદર્શ, પડોશી રિક્ષાચાલક સુનિલ યાદવ તથા અનિલ અને પત્ની મમતાદેવીને ઈજા પહોંચતા સારવાર અર્થે 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પડોશી સુનિલ તથા પુત્ર આદર્શને ગંભીર ઈજાને બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હજારો કિલોમીટર ફરીને રિક્ષા આવી ત્યારે હાઈવે પર કઈ ન થયું, પણ વલસાડ જિલ્લામાં જ્યારે રિક્ષા પસાર થતાની સાથે જ પાંચ વર્ષના બાળક અને યુવાન ચાલકને હાઇવે પર પડેલા ખાડાના કારણે મોત જોવા મળ્યું. વહીવટી તંત્ર હાઇવે ઉપર પડેલા આવા મસમોટા ખાડાને જલ્દી પુરાવે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.અ

Most Popular

To Top