Gujarat

મરીન નેશનલ પાર્કમાં મેન્ગ્રૂવ્સ જંગલના નિર્માણ માટે રિલાયન્સ અને રાજ્ય સરકાર વચ્ચે કરાર

ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્ર સરકાર (Government) દ્વારા રજૂ કરવામાં આવેલી મેન્ગ્રુવ્ઝ ઇનિસિઅએટિવ ફોર શોરલાઇન હેબટેટ્સ- ટેંગિબલ ઇનકમ્સ (MISHTI) યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં 3500 એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રૂવ્સ)ના જંગલોના (Mangrove Forest) સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતિ કરાર પર આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.

  • મરીન નેશનલ પાર્કમાં મેન્ગ્રૂવ્સ જંગલના નિર્માણ માટે રિલાયન્સ અને રાજ્ય સરકાર વચ્ચે કરાર
  • પાંચ વર્ષમાં રૂ. 5.10 કરોડના ખર્ચે વનનું નિર્માણ થશે

કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં રાજ્યના વન અને પર્યાવરણ, મંત્રી મૂળુભાઈ બેરા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર તથા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કરાર અનુસાર, આગામી પાંચ વર્ષમાં રૂ. 510 લાખના ખર્ચે ચેરના વૃક્ષોના વનનું નિર્માણ કરવામાં આવશે. સમુદ્રતટના ક્ષાર પ્રવેશને રોકવા તથા દરિયાઇ ઇકોસિસ્ટમની જાળવણી અને પર્યાવરણ સંતુલનમાં આ ચેર ખૂબ મોટું યોગદાન આપશે.

કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રાધેક્રિષ્ના ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિશ્વના સૌથી વિશાળ એલિફન્ટ કેમ્પ તથા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (જી.ઝેડ.આર.આર.સી.) સંચાલિત વિશ્વના મોટામાં મોટા તથા વૈશ્વિક સુવિધાઓ સભર લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર તથા અન્ય વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

ગોધરા વન વિભાગ એરિયલ સિડીંગ કરીને પાવાગઢને રમણીય બનાવાશે
ગાધીનગર : ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા ઘનિષ્ઠ વનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વરસાદી ઋતુમાં વધારે વૃક્ષો વાવી શકાય તે માટે ડ્રોન ટેક્નોલોજી થકી પાવાગઢ ખાતે એરિયલ સિડીંગ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા વન અધિકારી મોરારીલાલ મીના (ડી.સી.એફ)ની અધ્યક્ષતામાં ગોધરા વન વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાવાગઢ પર્વતના દુર્ગમ વિસ્તારોમાં વિવિધ પ્રકારના વૃક્ષોના બીજનો છંટકાવ હાથ ધર્યો છે. હાલોલ રેન્જ ફોરેસ્ટ અધિકારી સતીષ બારીયાએ જણાવ્યું હતું કે, પાવાગઢ ખાતે આવેલ પર્વતમાં અંદાજિત ૪૦ હેકટર વિસ્તારમાં કુલ ૫૦૦ કિલો બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરવામાં આવી રહ્યો છે.આ સમગ્ર કામગીરી ત્રણ દિવસ સુધી ચાલશે. અત્યારે વાંસ, સીતાફળ, કણજ, ખાટી આમલી, બોરસ આમલી, ખેર સહિત કુલ સાત પ્રકારના વૃક્ષોના બીજનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દુર્ગમ વિસ્તારોમાં જ્યાં માણસે પહોંચવું મુશ્કેલ હોય ત્યાં સરળતાથી અને ઝડપી વૃક્ષારોપણ કરવામાં આ લૉ કોસ્ટ ટેક્નોલોજી ખૂબ ઉપયોગી નીવડી રહી છે.

Most Popular

To Top