National

મનીષ સિસોદિયાને EDએ આપ્યો મોટો ઝટકો, 52 કરોડની સંપત્તિ કરી જપ્ત

નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આપના (AAP) નેતા મનીષ સિસોદિયાને (Manish Sisodia) ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (Directorate of Enforcement) એ મોટો ઝટકો આપ્યો છે. મનીષ સિસોદિયા, તેમની પત્ની અને અન્યની કુલ 52 કરોડથી પણ વધુ રૂપિયાની સંપત્તિ (Property) EDએ જપ્ત કરી છે. 1,934 કરોડ રૂપિયાના આ લિકર પોલિસી કૌભાંડમાં EDએ અત્યાર સુધીમાં 128.78 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

  • મનીષ સિસોદિયાનું 11.29 લાખ રૂપિયાનું બેન્ક બેલેન્સ જપ્ત
  • EDએ દારૂના વેપારી દિનેશ અરોરાની ધરપકડ કરી હતી
  • EDએ અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી
  • EDએ અત્યાર સુધીમાં 128.78 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

EDએ અત્યાર સુધીમાં 128.78 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી
1,934 કરોડ રૂપિયાના આ લિકર પોલિસી કૌભાંડમાં EDએ અત્યાર સુધીમાં 128.78 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. EDએ આ કેસમાં જંગમ સંપત્તિ એટલે કે સ્થાવર મિલકતો પણ જપ્ત કરી છે. તેમની કિંમત 44.29 કરોડ રૂપિયા છે. આમાં મનીષ સિસોદિયાના 11.29 લાખ રૂપિયાનું બેન્ક બેલેન્સ, બ્રિન્ડકો સેલ્સના 16.45 કરોડ રૂપિયા અને અન્યનો સમાવેશ થાય છે.

બીજો પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કરવામાં આવ્યો
આ કેસમાં આ બીજો પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર હેઠળ 76.54 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ એટલે કે સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ મિલકતો વિજય નાયર, સમીર મહેન્દ્રુ, અમિત અરોરા, અરુણ પિલ્લઈ અને અન્ય લોકોની હતી. આ ગુનામાં EDને ઓછામાં ઓછી 1,934 કરોડની રકમ ભેળવવાનો વિચાર છે. આ કેસમાં EDએ અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી છે. 5 કેસમાં તેણે પ્રોસિક્યુશન ફરિયાદો નોંધાવી છે. આ પહેલા EDએ દારૂના વેપારી દિનેશ અરોરાની ધરપકડ કરી હતી.

મનીષ સિસોદિયા દિલ્હીની તિહાર જેલમાં બંધ છે
દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાને ક્યાંયથી રાહત મળી નથી. મનીષ સિસોદિયા દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આ કૌભાંડને કારણે તેમણે દિલ્હીના ડેપ્યુટી સીએમના પદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું. આ સાથે મનીષ સિસોદિયા પર ચાલી રહેલા કેસની આગામી સુનાવણી રાઉઝ એવન્યું કોર્ટમાં 31 જુલાઈના રોજ સવારે સાડા 10 વાગ્યે થશે.

Most Popular

To Top