Dakshin Gujarat

દમણની આ હોટલમાં ડમી ગ્રાહક મોકલી પોલીસે દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો

દમણ: (Daman) મહિલાઓને દેહ વ્યાપારના ધંધામાં ધકેલનારા બે વ્યક્તિને દમણ પોલીસે (Daman Police) ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે દમણની એક હોટલમાં (Hotel) ડમી ગ્રાહક મોકલી પકડાયેલા આરોપીને ફોન (Phone) મારફતે મહિલા મોકલવાનું કહેતા આરોપી હોટલમાં લલનાને મોકલતા જ પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

  • મહિલાઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલનાર બે વ્યક્તિની ધરપકડ
  • દમણની હોટલમાં ડમી ગ્રાહક મોકલી પોલીસે દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 28 જૂનના રોજ પોલીસને જાણકારી મળી હતી કે, અજાણી વ્યક્તિ ફોન મારફતે મહિલાઓને દેહ વ્યાપાર કરાવી રહ્યો છે. આ પ્રમાણેની માહિતી મળતાં પોલીસે એક ટીમ બનાવી દમણની એક હોટલમાં ડમી ગ્રાહક સાથેનું એક છટકું ગોઠવ્યું હતું. જે નંબર પોલીસને મળ્યો હતો એ નંબર પર ફોન કરી મહિલાની માંગણી કરી હતી. જ્યાં થોડા સમય પછી 2 વ્યક્તિ સફેદ કલરની બ્રેઝા કાર નં. GJ-15-CG-9203માં એક મહિલા સાથે આવી હતી.

હોટલના બુક કરાવેલા રૂમમાં જ્યાં ડમી ગ્રાહક પહેલાથી હાજર હોય ત્યાં મહિલાને મોકલવામાં આવી હતી. જ્યાં મહિલાને પુછતાં તેણે તેની સાથે આવેલા બંને શખ્સ તેમના આર્થિક ફાયદાના કારણે તેની પાસે આ પ્રમાણેનું કાર્ય કરાવતાં હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે બંને શખ્સની ધરપકડ કરી પોલીસ મથકે લાવી તેમની સામે અનૈતિક હેરફેરની 1956 ની કલમ હેઠળ ગુનો દાખલ કાર્યો હતો. પોલીસે આ ગુનામાં નાની દમણમાં રહેતો અનિલ નારાયણ યાદવ અને નુરૂલ મુસ્તુફા કમાલ અમીન ઉર્ફે સોનુંને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક બ્રેઝા કાર અને 8 જેટલા મોબાઈલ ફોન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિજલપોર ફાટક પાસેના એપાર્ટમેન્ટમાંથી બાઇક ચોરાઈ
નવસારી : વિજલપોર ફાટક પાસેના એપાર્ટમેન્ટમાંથી કોઈ અજાણ્યો ચોર બાઇક ચોરી કરી નાસી ગયાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વિજલપોર ફાટક પાસે શ્રીકુંજ એપાર્ટમેન્ટમાં પરમજીતસિંવ હરવિંદરસિંગ પોથીવાલ (ઉ.વ. 32) તેમના પરિવાર સાથે રહે છે. પરમજીતસિંગ પાસે સ્પ્લેન્ડર બાઇક (નં. યુપી-20-બીવી-6841) ધરાવે છે.

ગત 6ઠ્ઠીએ પરમજીતસિંગે તેની બાઇક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકી હતી. દરમિયાન બપોરના સમયે કોઈ અજાણ્યા ચોરે તે બાઈકનું સ્ટિયરિંગ લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલી બાઇકની ચોરી કરી નાસી ગયો હતો. 2 કલાક બાદ પરમજીતસિંગ કામે જવા માટે નીકળ્યા ત્યારે તેમની બાઇક પાર્કિંગમાં નહીં દેખાતા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ તેની બાઇક નહીં મળતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે પરમજીતસિંગે જલાલપોર પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. લક્ષ્મણભાઇને સોંપી છે.

Most Popular

To Top