Gujarat

વાપીમાં PM મોદીનો 11 કિમી લાંબો રોડ શો, દક્ષિણ ગુજરાતના લોકોએ મોદીને વધાવ્યા

વલસાડ: (Valsad) ગુજરાતમાં પ્રચારની (Campaign) શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વલસાડ જિલ્લાના વાપીમાં 11 કિમી લાંબો રોડ શો (Road Show) યોજ્યા બાદ હવે થોડીવારમાં વલસાડમાં જનસભાને સંબોધશે. આગામી ત્રણ દિવસમાં પ્રધાનમંત્રી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8 જનસભાઓને સંબોધશે. ગુજરાત વિધાનસભામાં ચૂંટણી પ્રચાર માટે PM મોદી આજે સાંજે દમણ એરપોર્ટ (Daman Airport) આવી પહોંચ્યા હતા. અહીંથી વાપી સુધી 11 કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને જોવા ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન કાળા કલરના વાહનમાં સવાર હતા. તેમણે કારની બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

  • વડાપ્રધાન મોદી પ્રચાર માટે ગુજરાત પહોંચ્યા, ત્રણ દિવસ પ્રચાર કરશે
  • પ્રચારની શરૂઆત કરતા વલસાડ જિલ્લામાં 11 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો
  • પીએમ મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં

દમણથી શરૂ થયેલા વડાપ્રધાન મોદીના રોડ શો માં લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. રસ્તાની બંને બાજુઓ ઉમટેલી જન મેદનીએ મોદી…મોદી…ના નારાઓ લગાવ્યા હતા. દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લોકો મોદીના રોડ શોમાં આવી પહોંચ્યા હતા. વિધાનસભા ચૂંટણીને આડે હવે થોડો જ સમય બાકી રહ્યો છે. ત્યારે દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી પ્રચાર માટે ત્રણ દિવસ ગુજરાત આવી પહોંચ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થવાનુ છે. જેને લઈને પ્રચાર અભિયાન તેજ થયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રચારમાં ઝંપલાવ્યું છે. તેઓ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં જંગી જનસભા સંબોધશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજથી ત્રણ દિવસ સુધી વડાપ્રધાન ગુજરાત પહોંચ્યા છે. તેઓ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. વલસાડ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભરૂચ, બોટાદ અને નવસારી જિલ્લામાં જનસભાને સંબોધિત કરશે.

જણાવી દઈએ કે 14 દિવસમાં બીજીવાર વડાપ્રધાન વલસાડ જિલ્લામાં સભા સંબોધવા આવ્યા છે. 5 નવેમ્બરે વલસાડના નાના પોંઢામાં તેમણે જાહેરસભાને સંબોધી હતી. જેમાં કહ્યું હતું કે મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું.

Most Popular

To Top