Dakshin Gujarat

વલસાડના પારનેરા ડુંગર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા નગરજનો ઉમટી પડ્યાં

વલસાડ: (Valsad) વલસાડના પ્રાચીન પારનેરા ડુંગરનો (Hill) પર્યટન સ્થળ (Tourist Place) તરીકે વિકાસ થયા બાદ વધુમાં વધુ પર્યટકો ફરવા માટે તેવા શુભ આશય સાથે તંત્ર દ્વારા રવિવારે પારનેરા ડુંગર આરોહણ અવરોહણ સ્પર્ધા 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 107 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા (Winner) સ્પર્ધકોને પારનેરા મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રોફી અને પ્રથમ ક્રમે આવનારને રૂ.1 હજાર, બીજા ક્રમે આવનારે રૂ.750 અને ત્રીજા ક્રમે આવનાર વિજેતાને રૂ.500નું રોકડ ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ડબલ ટ્રેકિંગ બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે મનિષા વારલીએ 27.06 મીનિટ, બીજા ક્રમે નિમિષા પટેલે 36.08 મીનિટ અને ત્રીજા ક્રમે મંજુલાબેન પટેલે 44.21 મીનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા થયા હતા. જ્યારે ભાઈઓની કેટેગરીમાં પ્રથમ ક્રમે ગૌરવ યાદવે 21.30 મીનિટ, બીજા ક્રમે યશ પટેલે 21.41 મીનિટ અને ત્રીજા ક્રમે પ્રતિક વાદ્યાએ 22.11 મીનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા બન્યા હતા.

51 વર્ષથી વધુની બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે રેખાબેન પટેલે 20.21 મીનિટ, બીજા ક્રમે ડો. નિલમ ટંડેલે 24.46 મીનિટ અને ત્રીજા ક્રમે મમતા પટેલે 26.32 મીનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા બન્યા હતા. જ્યારે ભાઈઓની કેટેગરીમાં પ્રથમ ક્રમે રમેશ પટેલ 16.15 મીનિટ, બીજા ક્રમે નટુભાઈ પટેલે 17.10 મીનિટ અને ત્રીજા ક્રમે ડો. મહેન્દ્ર ટંડેલે 18.50 મીનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા થયા હતા.

31 થી 50 વર્ષ બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે દીપ્તી પટેલે 20.55 મીનિટ, બીજા ક્રમે રેખા રાજપુરોહિતે 25.18 મીનિટ અને તૃતિય ક્ર્મે રેખા કે.રાજપુરોહિતે 25.59 મીનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા થયા હતા. જ્યારે ભાઈઓની કેટેગરીમાં પ્રથમ ક્રમે આશિષ તુલસીભાઈ સાપરિયાએ 13.22 મિનીટ, બીજા ક્રમે અલ્પેશ હિરપરાએ 13.27 મીનિટ અને ત્રીજા ક્રમે પિયુષ તુલસીદાસ ટંડેલે 13.54 મીનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા થયા હતા.

19 થી 30 બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે ધ્રુવી ટંડેલે 14.53 મીનિટ, બીજા ક્રમે રિધ્ધિ રાજેન્દ્ર તમાકુવાલાએ 19.57 મીનિટ અને ત્રીજા ક્રમે ઉર્જા પટેલે 26.38 મીનિટનો સમય લઈ વિજેતા થયા હતા. જ્યારે ભાઈઓની કેટેગરીમાં પ્રથમ ક્રમે અમિત શિવકુમાર સરોજે 8 મીનિટ, બીજા ક્રમે ધનેશ ગુપ્તાએ 8.56 મીનિટ અને ત્રીજા ક્રમે વંશ પરેશકુમાર પટેલે 9 મીનિટમાં સ્પર્ધા પૂરી કરી વિજેતા થયા હતા.

14 થી 18 બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે નીધિ ટંડેલે 15.13 મીનિટ, બીજા ક્રમે હેરી પટેલે 15.16 મીનિટ અને ત્રીજા ક્રમે ધ્વનિ પટેલે 15.20 મીનિટમાં વિજેતા થયા હતા. જ્યારે ભાઈઓની કેટેગરીમાં પ્રથમ ક્રમે રીતેશ શંકરભાઈ ભોયાએ 9.54 મીનિટ, બીજા ક્રમે વિજય જાદવે 9.56 મીનિટ અને ત્રીજા ક્રમે વિજય બારાતે 10.16 મીનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા થયા હતા.

Most Popular

To Top