National

સ્વામી પ્રસાદ મોર્યા ઉપર સ્યાહી ફેંકવાનો પ્રયાસ નીષ્ફળ જતાં યુવકોએ આ વસ્તુ ફેંકી

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યાએ લખનઉનું (Lucknow) નામ લખનપુર કરવાની ભાજપ (BJP) સરકારની માગ ઉપર કડક પ્રતિક્રિયા આપી છે. મોર્યાએ રહ્યું કે લખનઉ શહેરનું નામ લક્ષ્મણના નામ ઉપર નહિ પરંતુ લખનઉના રાજા લખન પાસીની પત્ની લખનાવતીના નામ ઉપરથી પડ્યું છે. આ નામ સાથે બીજુ કોઈ નામ જોડવું જ હોય તો લખનપાસી કરી દો. જણાવી દઈએ કે શનિવારના રોજ જ્યારે સ્વામી પ્રસાદ મોર્યાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેઓએ આ વાત કહી હતી. બીજી તરફ મિર્ઝાપુર જતા સમયે કેટલાક યુવકોએ તેઓ ઉપર સ્યાહી ફેંકી હતી તેમજ તેઓના કપડા કાળા રંગથી રંગી દીધા હતાં.

જણાવી દઈએ કે સ્વામી પ્રસાદ મોર્યાએ અગાઉ વારાણાસીમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીત કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે હું આજે પણ મારા નિવેદન ઉપર અડગ છું. રામચરિત માનસના કેટલાય વિવિદિત અંશ ઉપર સંશોધન કરવામાં આવે અથવા તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. વધારામાં તેઓએ કહ્યું હતું કે હું એ માત્ર અમુક ચોપાઈનો વિરોધ કર્યો છે રામચરિત માનસ સમગ્ર ગ્રંથનો વિરોધ કર્યો નથી.

સ્વામી પ્રસાદ મૌર્ય રવિવારે સવારે વારાણસીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધવા આવ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના કાફલા સાથે મિર્ઝાપુર જવા રવાના થયા હતા. આ પછી ટેંગરા વળાંક પર કેટલાક યુવકો ફૂલોની માળા લઈને તેમનું સ્વાગત કરવા ઉભા હતા. સ્વામી પ્રસાદ મૌર્યએ તેમને સમાજવાદી પાર્ટીના કાર્યકર માનીને વાહન રોક્યું હતું. આ દરમિયાન યુવકોએ માળા પહેરાવવાના બહાને તેના પર શાહી ફેંકી હતી. જોકે, આ શાહી સ્વામી પ્રસાદ મૌર્ય પર પડવાને બદલે તેમની કાર પર પડી હતી. આ પછી યુવકોઓ દ્વારા સ્વામી પ્રસાદ મૌર્યના કાફલા પર કાળા કપડા પણ ફેંકવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે આ દરમિયાન પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન યુવકોએ દ્વારા હર હર મહાદેવ અને જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા. જાણકારી મુજબ રામચરિત માનસ પર ભૂતકાળમાં સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. આથી યુવકો દ્વારા આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેવું હાલ જાણવા મળ્યું છે.

Most Popular

To Top