Entertainment

ઉર્વશી રૌતેલાએ ઋષભ સાથે તસવીર કરી પોસ્ટ, યુઝર્સે ટ્રોલ કરતા કહી દીધી આ વાત

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) ઉર્વશી રૌતેલા (Uravsi Rautela) ઘણીવાર ચર્ચામાં રહે છે. સાશિયલ મીડિયા (Social Media) પર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant) સાથે જોડાવામાં આવે છે. ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર કોઈ પણ ફોટો (Photo) કે વીડિયો શેર (Share) કરે છે ત્યારે સૌ પ્રથમ તેને ઋષભ પંત સાથે જોડી દેવામાં આવે છે. ત્યારે હાલમાં ફરી એક વાર ઉર્વશી રૌતેલાનું નામ ક્રિકેટર ઋષભ પંત સાથે ચર્ચામાં આવ્યું છે. સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યા બાદ ઉર્વશીની સાથે ઋષભનું નામ જોડી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 31 ડિસેમ્બર 2022માં ઋષભ પંત એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઋષભ પંત જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો ત્યારે તે ઉર્વશીએ એજ મુંબઈની એ જ હોસ્પિટલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ચાહકોએ ત્યારે ઉર્વશી રૌતેલાને ઘણી ટ્રોલ કરી હતી. જો કે હાલમાં ઋષભ પંતે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું કે તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે.

ઉર્વશીએ ઋષભ સાથે ફોટો શેર કર્યો
ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં ઋષભ સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં ઉર્વશી રૌતેલાએ લખ્યું, ‘#KANTARA 2 @rishabshettyofficial @hombalefilms #RS loading.’ તમે અગર જો ધ્યાનથી નામ વાંચ્યું હોય તો આ નામ ઋષભ શેટ્ટી છે. જે કાંતારા ફિલ્મના ડાયેક્ટર છે. જો કે આ પોસ્ટ શેર કર્યા બાદ યુઝર્સે ફરી એકવાર ઉર્વશીને ટ્રોલ કરી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકોએ લખ્યું કે ઋષભ શેટ્ટી જ સહી, પણ ઋષભ તો હોવું જ જોઈએ. ત્યારે એક યુઝર્સે લખ્યું દીદી, તમારા જીવનમાં કેટલા ઋષભ જોડાયેલા છે. ત્યારે એક યુઝર્સે લખ્યું બધા ઋષભ RP સાથે જોડાયેલા છે દીદી. એકે લખ્યું, ઋષભ પંત નહીં તો ઋષભ શેટ્ટી જ ખરો…

કાંતારા-2માં જોવા મળશે ઉર્વશી રૌતેલા?
જો કે અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઋષભ શેટ્ટીની ‘કંતારા 2’માં જોડાઈ હોવાના અહેવાલો ‘પાયાવિહોણા અને ખોટા’ છે. ઉર્વશીએ શનિવારે ઋષભ સાથેની એક તસવીર સાથે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તે ફિલ્મના બીજા ભાગમાં જોવા મળશે. પ્રોડક્શન સાથે જોડાયેલા એક સૂત્રએ સ્પષ્ટતા કરી કે આ બધી અફવાઓ પાયાવિહોણી છે. પ્રોડક્શન હાઉસની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે, કાંતારા 2માં ઉર્વશી રૌતેલાને લગતી તમામ અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી અને અફવા છે.

Most Popular

To Top