Gujarat

કાળજુ કંપાવે તેવી ઘટના: પોલીસ અને FSLની ટીમને વડોદરા દર્શનમ ઓએસિસ ફ્લેટમાંથી મળી મહેંદીની લાશ

ગાંધીનગર/વડોદરા: (Gandhinagar Vadodra) ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસે મળેલા શિવાંશની માતાને પ્રેમીએ ગળુ દબાવીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી છે અને તપાસ શરૂ કરી દીધી છે. દરમ્યાન બેગમાં પેક કરેલી મહેંદીની લાશ (Dead body) મળી હોવાનું જાણવા મળ્યું છે. એફએસએલ (FSL) ની મદદ લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. 102 નંબરના ફ્લેટમાં સચિનને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી સચિન માનસિક રીતે બીમાર હોવાનો ઢોંગ કરી રહેતો દેખાયો હતો. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનુ માથુ દીવાલ સાથે પણ પછાડ્યુ હતું. તેમજ વોમિટીંગ પણ કરી હતી. તપાસ કર્યાં બાદ પોલીસ આરોપીને લઇને ગાંધીનગર જવા રવાના થઇ ગઇ હતી અને પોલીસે મહેંદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

સચિન દિક્ષિતે (Sachin Dixit) ઠંડે કલેજે દીકરા શિવાંસ (Shivansh) ની નજર સામે જ તેની હત્યા કરી હતી. પિતા તેની નજર સામે જ માતાને મારી રહ્યો હતો અને બિચારો બાળક ત્યા રડી રહ્યો હતો. આટલી હેવાનિયત કરીને સચિન દિક્ષિત અટક્યો ન હતો. પત્નીની લાશ ફ્લેટમાંના કિચનમાં જ છોડીને સચિન દીકરાને લઈને નીકળી ગયો હતો.

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમાએ મીડિયાને માહિતી આપી કે, હીનાની માતાનુ મૃત્યુ થયુ હતું. તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. તેથી હીના અમદાવાદના બોપલમાં રહેતાં તેના માસા-માસીના ઘરે જ રહેતી હતી.  મહેંદી અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી હતી ત્યારે તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા અને 2019થી લિવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પણ સચિન પરણિત જ તો. 2020માં શિવાંશનો જન્મ થયો હતો. બાદમાં સચિનની જૂન મહિનામાં વડોદરા બદલી થતા તે મહેંદી અને શિવાંશ સાથે ત્યાં રહેવા ગયો હતો. વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા દર્શનમ ઓવરસીઝના જી-102 નંબરના ફ્લેટમાં ભાડે રહેતો હતો.

સચિન પહેલેથી પરણીત હોવાથી તે મહેંદીની સરતો સાથે રહેવા તૈયાર ન હતો. પરંતુ મહેંદી સતત દબાણથી સચિને આવેશમાં આવીને અણસમજુ પુત્ર શિવાંશની હાજરીમાં જ તેની માતાનું ગળું દબાવી હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ સચિન શિવાંશને લઈને ગાંધીનગર પહોંચ્યો હતો. ત્યારબાદ પુત્ર શિવાંશથી પણ પીછો છોડાવવા માટેનો પ્લાન બનાવ્યો હતો. મોડી રાતે સેન્ટ્રો ગાડીમાં ગાંધીનગરના સ્વામિનારાણ ગૌશાળામાં શિવાંશને લઈને આવ્યો હતો. તેને ત્યાં મુકીને તે રાજસ્થાન ભાગી ગયો હતો. 

શિવાંશને દત્તક લેવા માટે 190થી વધુ પરિવારો તૈયાર

ગાંધીનગરના સ્વામિનારાયણ ગૌ શાળામાંથી મળી આવેલો ‘શિવાંશ’ બે દિવસમાં સમગ્ર ગુજરાતનો લાડકવાયો બની ગયો છે. પિતા દ્વારા ત્યજીદેવાયેલો માત્ર 10 મહિનાનો શિવાંશ ઘણા સમય સુધી ગૌશાળામાં એકલો જ હતો. જોકે ભગવાનની કૃપાથી તેનો એક વાળ પણ વાંકો ન થયો અને ત્યાંના એક સ્થાનિકે શિવાંશને જોઈ લેતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી સમગ્ર મામલા વિશે જાણ કરી. શિવાંશના પરિવારને શોધવા માટે જિલ્લા પોલીસની 14 અલગ-અલગ ટીમો કામે લાગી હતી. બીજીતરફ શિવાંશને દત્તક લેવા માટે 190થી વધુ પરિવારો આગળ આવ્યા હતા. 

Most Popular

To Top