Vadodara

વડોદરામાં તહેવારોની ભરમાર વચ્ચે છૂટક ધંધો કરી પેટિયું રળતી મહિલાઓને હાલાકી

વડોદરા: વડોદરા (Vadodara) શહેરના પહ્માવતી શોપિંગ સેન્ટર પાસે છેલ્લા ઘણા વર્ષોથી પથારા લગાવી વિવિધ ચીજવસ્તુઓનો ધંધો કરી પેટિયું રળતી મહિલાઓને તહેવારો નિમિત્તે પાલિકા તંત્ર દ્વારા ધંધો વ્યાપાર કરવા બેસવા દેવામાં ન આવતા મોરચા રૂપે પાલિકાની (Municipal corporation) વડી કચેરી ખાતે પહોંચી હતી. જો કે મેયર (Mayor) હાજર નહીં હોવાથી રજૂઆત કર્યા નિરાશ મોઢે પરત ફરી હતી.

  • પાલિકાની વડી કચેરી પહોચેલી મહિલાઓને મેયર નહીં મળતા ફોગટનો ફેરો

રાજ્ય સહિત વડોદરામાં પણ એક તરફ હવે તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે.ત્યારે શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી રોડ પર પથારાઓ લગાવી વિવિધ નાની મોટી ચીજવસ્તુઓના વેચાણ કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી દસ થી પંદર જેટલી મહિલાઓને પાલિકા તંત્ર તથા કેટલાક સ્થાનિક લારી પથારાવાળાઓ ટ્રાફિકના ભારણના બહાના હેઠળ બેસવા દેવામાં નથી આવી રહ્યાં. અહીં દસ થી પંદર બહેનોને પોતાની આંખોમાં આંસુ સાથે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા સમયથી અહીં કોઈને નડતરરૂપ થયા વિના પથારા લગાવી પોતાનું તથા પરિવારનું જીવન નિર્વાહ કરે છે.

હાલમાં આગામી રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને વ્યાજે તથા ઉછીના નાણાં થકી રાખડીઓનો માલ ભરી લીધો છે. પરંતુ હવે તેઓને પાલિકા તંત્ર દ્વારા બેસવા દેવામાં ન આવતાં તેઓ દેવા તળે દબાશે તેવો ડર સતાવી રહ્યો છે, સાથે જ પરિવારના ગુજરાન ચલાવવા પર પણ મુશ્કેલી થઇ રહી હોવાના મામલે મહિલાઓ મોરચારુપે પાલિકાની કચેરી ખાતે મેયરને રજૂઆત કરવા પહોંચી હતી. પરંતુ મેયર પાલિકા કચેરી ખાતે ન હોવાથી રજૂઆત કર્યા વિના નિરાશ થઈ પરત ફરી હતી.

પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે ઉભા રહેતા લારી ગલ્લા અને પથારા ધારકોને કારણે અહીં ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોય છે. આ ઉપરાંત કેટલાક પાલિકા તંત્રને નહીં પણ ત્યાંના માનીતા નેતાઓ અને કાર્યકરોને વહીવટી ચાર્જ ચૂકવે છે. આ વોર્ડના વોર્ડ અધિકારી પ્રિયંકા ઓઝા પણ સૌથી ઓછો વહીવટી ચાર્જ વસુલવામાં મોખરેનું સ્થાન ધરાવે છે. અગાઉના મેયરે સરપ્રાઈઝ વિઝીટ કરી દબાણ કરતા લોકોને નડતરરૂપ નહીં બનવા સૂચના આપી હતી. જો ફરીથી અહીં દબાણો ઉભા થશે તો પુનઃ ટ્રાફિકનું ભારણ વધશે.અને માથાનો દુઃખાવો સમાન પરિસ્થિતિનું નિર્માણ થશે.

Most Popular

To Top