Dakshin Gujarat

ગલતેશ્વર મંદિરે દર્શન કરવા જતા સુરતના દંપતીને અકસ્માત, પતિનું મોત

કામરેજ: (Kamrej) સુરત (Surat) રહેતા મિત્રો પરિવાર સાથે ટીંબા ગલતેશ્વર મહાદેવ મંદિરે (Temple) દર્શન કરવા જતાં વાવ ઓરણા રોડ પર જોખા ગામ પાસે સામેથી આવતા બાઈકના (Bike) ચાલકે દંપતીને અડફેટે લેતાં પત્ની સામે જ પતિનું મોત નીપજ્યું હતું.

  • ગલતેશ્વર મંદિરે દર્શન કરવા જતા બાઈકસવાર સુરતના દંપતીને અકસ્માત, પતિનું મોત
  • જોખા પાસે સામેથી આવતા બાઈકચાલકે દંપતીની બાઇકને અકસ્માત કર્યો, ત્રણ ઘાયલ

મૂળ ભાવનગરના તળાજાના હાજીપુર ગામના વતની અને હાલ પુણા ગામ કેવલપાર્ક સોસાયટીમાં મકાન નં.76માં રહેતા ચિરાગ નાગજીભાઈ ગોહિલ (ઉં.વ.26) પત્ની સોનિકાબેન સાથે બાઈક નં.(જીજે 05 એમવી 8177) ઉપર અન્ય મિત્રો પણ પરિવાર સાથે બાઈક પર કામરેજના ટીંબા ગામના ગલતેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. ત્યારે વાવ ઓરણા રોડ પર જોખા ગામની હદમાં સિકોતર માતાજીના મંદિર પાસે સામેથી આવતી બાઈક નં.(જીજે 05 એમએસ 4180) પર સવાર ત્રણ ઈસમ અંકુર માનસીંગ, જતીન જગદીશ વસાવા, પ્રજ્ઞેશ ભીમસીંગે બાઈક પર સવાર દંપતીની બાઈક સાથે ધડાકાભેર અથડાવી દેતાં દંપતી રોડ ઉપર પટકાયા હતા.

જ્યારે બીજી બાઈક પર સવાર ત્રણેય ઈસમ પણ રોડ પર પટકાતાં ચિરાગની બાઈક પાછળ આવતા તેમના મિત્રોએ આ ઘટના જોતાં તુરંત જ ઊભા રહીને 108માં સારવાર માટે ચારેયને ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે ચિરાગને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સામેની બાઈક પર સવાર ત્રણ ઈસમને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ મરનાર ચિરાગના મોટાભાઈ સંજયને કરતાં બાઈક નં.(જીજે 05 એમએસ 4180)ના ચાલક સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ચલથાણથી ચોરીની બે બાઈક સાથે એક ઝડપાયો
પલસાણા: કડોદરા જીઆઇડીસી પોલીસ સોમવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણાના ચલથાણ ગામે હોટલ પ્રિન્સની સામેની બાજુએ એક ઇસમ ચોરીની બાઇક સાથે જાહેરમાં ઊભો છે. જેના આધારે કડોદરા પોલીસે સ્થળ પર જઇ ચોરીના બાઇક સાથે પોલીસે જગદીશ ગુલાબસાવ પાટીલ (ઉં.વ.૨૭) (રહે., દસ્તાન, વિનાયક એપાર્ટમેન્ટ, તા.પલસાણા, મૂળ રહે.,મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી તેની સઘન પૂછપરછ કરતાં તેણે અન્ય બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે આરોપી જગદીશ પાલીટ પાસેથી બાઇક નં.(જીજે ૧૫ બીએલ ૭૮૩૧) કિં.રૂ.૨૦ હજાર તથા પેશન પ્રો બાઇક નં.(જીજે ૧૯ આર ૭૯૯૩) કિં.રૂ.૧૦ હાજર મળી કુલ ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top