Vadodara

વડોદરા: બિચ્છુ ગેંગના ટપોરીએ ડોન સ્ટાઈલમાં જેલ સંકુલમાં રીલ બનાવી

વડોદરા: વડોદરા (Vadodara) શહેરમાં કેટલાક માથાભારે તત્વો પોલીસ (Police) વિભાગ માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. પોતાને ડોન (Don) ગણાવનાર કેટલાક ઈસમો ભાઈગીરી કરવામાંથી ઊંચા નથી આવતા અને જેલની (Jail) હવા ખાઈને બહાર આવ્યા પછી જાણે તેઓ કોઈ મોટો જંગ જીતીને આવ્યા હોય તેવું વર્તન કરતા હોય છે., આવો જ એક કિસ્સો હાલમાં જ સામે આવ્યો છે. જેમાં બિચ્છુ ગેંગનો એક ટપોરી પેરોલ પર છૂટયા બાદ જેલ બહાર તેના સાગરીતો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું અને તેની રીલ (Reels) બનાવી સોશયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ કરી. જેલ સંકુલની આ રીલ વાયરલ થતા પોલીસ વિભાગ પણ દોડતું થઇ ગયું છે.

શહેરમાં બિચ્છુ ગેંગના આતંકથી કેટલાય લોકો પરેશાન છે. અને પોલીસે પણ આ ગેંગના સાગરીતોને એક બાદ એક પકડીને જેલભેગા કર્યા જ છે. જો કે આ ટપોરીઓ જેલમાંથી છૂટયા બાદ જાણે વર્લ્ડ કપ જીતીને આવ્યા હોય તેટલી છાતી ફુલાવે છે. હાલમાં જ બિચ્છુ ગેમગ્ન એક સાગરીત સુલતાન પેરોલ પર છૂટ્યો હતો તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેના સાગરીતો તેને વધાવવા માટે ગયા હતા અને તેનો વિડીયો પણ બનાવ્યો. મધ્યસ્થ જેલ સંકુલમાં જ બનેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર ચઢાવવામાં આવ્યો હતો. જેલ સંકુલમાં જ રીલ બનાવી વિડીયો વાયરલ કરાતા પોલીસ વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે. જેલ સંકુલને અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે. ત્યારે આ ટપોરીએ બનાવેલ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો આ સંદર્ભે પોલીસ એપણ તાપસ હાથ ધરી છે.

અગાઉ સુલતાને પોલીસ મહાકના લોક અપ માંથી રીલ બનાવી હતીબિચ્છુ ગેંગની સાગરીત સુલતાન અગાઉ પણ રીલ બનાવી ચમકી ચુક્યો છે. અગાઉ જયારે તે પોલીસના હાથ ઝડપાયો હતો ત્યારે તેને લોક અપ માંથી રીલ બનાવી હતી અને તે પણ સોશ્યલ મીડિયા ઉપર મૂકી હતી જેને પણ ખાસ્સો વિવાદ સર્જ્યો હતો. સુલતાને ઇન્સ્ટાગ્રામ પર માયા ડોલર – 302 નામનું એકાઉન્ટ પર રીલ મૂકીઇન્સ્ટાગ્રામ ઉપર માયા ડોલર – 302 નામનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. જેના ઉપર સુલતાને રીલ મૂકી છે. આ એકાઉન્ટમાં તેના 1150 થી વધુ ફોલોવર્સ છે. અને આ એકાઉન્ટમાં અવાર નવાર તે રીલ મૂકી ચુક્યો છે. ત્યાર હાલ પોલીસે આ એકાઉન્ટ ચકાસવાની પણ તૈયારી આદરી હોવાનું જાણવા મળ્યું છે.

રીલ બનાવનાર સુલતાન અસ્લમ બોડિયાનો ખાસજેલ સંકુલમાં રીલ બનાવનાર સુલતાન એ કુખ્યાત અસ્લમ બોડિયાનો સાગરીત માનવામાં આવે છે. તે છેલ્લા કેટલાક સમયથી જેલમાં હતો અને હાલમાં જ પેરોલ પર છૂટ્યો છે. અને છુટતાની સાથે જ તેને આ રીલ બનાવી પુનઃ એકવાર વિવાદમાં આવ્યો છે.

Most Popular

To Top