National

ચોંકાવનારી ઘટના: હસતા હસતા સિટી સ્કેન મશીનમાં ગયેલો દિવ્યાંશ બહાર આવ્યો ત્યારે મૃત હતો

આગ્રા: (Agra) ઉત્તર પ્રદેશના આગ્રાના સુભાષપાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગ્રા પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં આવેલા નાઈ કી મંડીમાં અગ્રવાલ સિટી સેન્ટરમાં શુક્રવારે સાંજે સાડા ત્રણ વર્ષનો દિવ્યાંશ સિટી સ્કેન મશીનમાં (CT Scan Machine) હસતો હસતો ગયો અને નિર્જીવ બહાર આવ્યો. કહેવાય છે કે ડોક્ટરોની ભૂલને કારણે આ બાળકે જીવ ગુમાવ્યો છે. દિવ્યાંશ ધાબા પરથી પડી ગયો હતો. માતા પિતા સિટી સ્કેન કરાવવા માટે એને સિટી સ્કેન સેન્ટરમાં લઈ ગયા હતા. દિવ્યાંશ હસતા મોઢે સિટી સ્કેન કરાવવા માટે રાજી થઈ ગયો હતો. પણ જ્યારે બહાર આવ્યો ત્યારે એનો મૃતદેહ હતો.

ધનૌલીના રહેવાસી વિનોદકુમારનો દીકરો દિવ્યાંશ છત પરથી પડી ગયો હતો. એને ગંભીર ઈજા થઈ હતી. સાંજે પાંચ વાગ્યા આસપાસ નામનેર સ્થિત હોસ્પિટલમાં એને લઈ જવાયો હતો. પરિવારના લોકોએ આરોપ મૂક્યો કે ડોક્ટરે સાંજે એને સિટી સ્કેન માટે મોકલ્યો હતો. સુભાષ પાર્ક પાસે આવેલા ડો. નીરજ અગ્રવાલના સેન્ટરમાં બાળકને લઈ જવાયો હતો જ્યાં દિવ્યાંશને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. પછી અચાનક એની તબિયત બગડી હતી. પછી બાળકને પરત કરી દેવામાં આવ્યો પણ ત્યારે બાળક મૃત અવસ્થામાં હતો.

બાળકને લઈને અન્ય હોસ્પિટલમાં પરિવારજનો દોડ્યા હતા. પરિવારજનો જ્યારે સિટી સ્કેન સેન્ટર પર ફરી આવ્યા ત્યારે સેન્ટર પર તાળું લટકતું હતું. જેના કારણે મામલો ગુંચવાયો હતો. પછી અન્ય સંબંધીઓને વાત કરતા મામલો સંવેદનશીલ બની ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મોડી રાત્રે ડોક્ટર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.  પોલીસ ટીમે ઘટના સ્થળની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માચે ખસેડ્યો હતો. 

પરિવારના લોકોએ એવો આરોપ મૂક્યો છે કે, બાળકને ખોટું ઈન્જેક્શન લગાવ્યું એટલે બાળકનું મોત નીપજ્યું છે. બેદરકારી બદલ બાળકનું મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. પરિવારજનો પાસે સિટી સ્કેન મશીનમાં બાળકને લઈ ગયા એવો એક વીડિયો પણ છે. આ પહેલા બાળક આરામથી નાસ્તો કરી રહ્યું હતું. જે પોલીસને પણ દેખાડવામાં આવ્યો છે. આ મામલે ડોક્ટર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Most Popular

To Top